GSTV

ચોમાસામાં વિરોધાભાસ સ્થિતિ, કચ્છમાં 143% જ્યારે દક્ષિણ ગુજરાતમાં 75% વરસ્યો વરસાદ

વરસાદ

Last Updated on August 19, 2020 by pratik shah

ગુજરાતમાં આ વખતે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જ્યારે આ ચોમાસામાં આગામી પાંચ દિવસ દરમિયાન પણ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સામાન્ય રીતે કચ્છની ગણના વરસાદને મામલે કોરાધાકોર પ્રદેશમાં કરવામાં આવે છે જ્યારે ગુજરાતનો સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાતો હોય છે. જેની સરખામણીએ આ વખતે વિરોધાભાસ સર્જાયો છે અને કચ્છમાં સૌથી વધુ ૧૪૨.૫૭% જ્યારે દક્ષિણ ગુજરાતમાં ૭૪.૬૬% વરસાદ નોંધાયો છે.

કચ્છમાં સૌથી વધુ ૧૪૨.૫૭% જ્યારે દક્ષિણ ગુજરાતમાં ૭૪.૬૬% વરસાદ નોંધાયો

૧૮ ઓગસ્ટે સવારે ૬ની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં અત્યારસુધી ૨૭.૩૬ ઈંચ સાથે મોસમનો ૮૩.૫૯% વરસાદ નોંધાઇ ચૂક્યો છે.જોકે, ગત વર્ષની સરખામણીએ હજુ વરસાદ ઓછો છે. ગત વર્ષે ૧૮ ઓગસ્ટ સુધીમાં ૨૮.૬૩ ઈંચ સાથે મોસમનો ૮૮.૩૮% વરસાદ નોંધાયો હતો. આ વખતે ઝોન પ્રમાણે જોવામાં આવે તો કચ્છમાં સૌથી વધુ ૧૪૨.૫૭%, દક્ષિણ ગુજરાતમાં ૭૪.૬૬%, પૂર્વ મધ્ય ઝોનમાં ૬૪.૭૯%, ઉત્તર ગુજરાતમાં ૬૦.૮૮%, સરેરાશ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં અત્યારસુધી ૨૭.૩૬ ઈંચ સાથે મોસમનો ૮૩.૫૯% વરસાદ નોંધાઇ ચૂક્યો

રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ આજે ૧૮ ઓગસ્ટની સવારે ૬.૦૦ કલાકની સ્થિતિએ છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૩૩ જિલ્લાના ૨૩૪ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં ૧૦૪ તાલુકાઓ એવા છે કે જ્યાં ૧ ઈંચથી ૧૧ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. તાપી જિલ્લાના ડોલવાણ તાલુકામાં સૌથી વધુ ૨૭૭ મી.મી. એટલે કે ૧૧ ઈંચ જયારે સુરતના માંડવી તાલુકામાં ૨૫૨ મી.મી. એટલે કે ૧૦ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.  વ્યારામાં ૧૮૫ મી.મી., તલાલામાં ૧૮૦ મી.મી., વાલોડમાં ૧૭૮ મી.મી., વાંસદામાં ૧૫૭ મી.મી. અને સુરતના મહુવામાં ૧૫૦ મી.મી. મળી કુલ પાંચ તાલુકાઓમાં છ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.તદુપરાંત વઘઈમાં ૧૪૧ મી.મી., બારડોલી ૧૩૭ મી.મી., સોનગઢ-ગણદેવીમાં ૧૩૧ મી.મી., કડીમાં ૧૨૮ મી.મી., દહેગામ-તારાપુરમાં ૧૨૦ મી.મી., સોજિત્રામાં ૧૧૮ મી.મી.,ડાંગ-અહાવમાં૧૧૬મી.મી.,અંકલેશ્વર-ઉમરપાડામાં ૧૧૪ મી.મી., નખત્રાણામાં ૧૧૨ મી.મી., જોડિયા-ધરમપુરમાં ૧૧૦ મી.મી., પેટલાદમાં ૧૦૭ મી.મી. અને ખંભાત-ચીખલીમાં ૧૦૫ મી.મી. મળી કુલ ૧૭ તાલુકાઓમાં ચાર ઈંચથી છ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે.

ગુજરાતના જળાશયોમાં ૬૪.૩૭% જળસંગ્રહ

સિંચાઇ વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સરદાર સરોવર જળાશયમાં ૧૮૧૯૯૭ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના ૫૪.૪૮% છે. રાજ્યના ૨૦૫ જળાશયોમાં કુલ સંગ્રહ ૬૪.૩૭% છે. હાલમાં રાજ્યમાં ૯૮ જળાશયો હાઈ એલર્ટ પર, ૯ જળાશયો એલર્ટ પર જ્યારે ૧૪ જળાશયો વોર્નિંગ પર છે.

READ ALSO

Related posts

Pulwama Encounter: મસૂદ અઝહરનો સંબંધી અને પુલવામા હુમલામાં IED તૈયાર કરનાર ખૂંખાર આતંકવાદી લંબુને ઉડાવી દેવાયો

Pravin Makwana

રહસ્ય/ ઈબોલા, રેબીજ, સાર્સ જેવા અનેક પ્રકારના વાયરસનું ઘર છતાં આ પ્રાણી પાસે છે સુપર ઈમ્યુનિટી, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા

Damini Patel

રસીકરણ/ આખરે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના વેક્સીન મુકાવી, આ રીતે થયો મોટો ખુલાસો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!