GSTV

મેઘરાજાએ સૌરાષ્ટ્રના અનેક પંથકને ઘમરોળી નાંખ્યા, જામનગરમાં સૌથી વધુ 11 સ્ટેટ હાઈવે અને એક નેશનલ હાઈવે બંધ

Last Updated on September 14, 2021 by Pritesh Mehta

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી મોટાભાગના પંથકોમાં હળવાથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે. તેમાંય  મેઘરાજાએ સૌરાષ્ટ્રને ઘમરોળ્યું છે. વરસાદને કારણે અનેક જગ્યાએ રસ્તા બંધ થયા હતા. ભારે વરસાદને કારણે રાજ્યમાં 159 રસ્તા પ્રભાવિત થયા હતા. જામનગરમાં સૌથી વધુ 11 સ્ટેટ હાઈવે અને એક નેશનલ હાઈવે બંધ થયો હતો. તો રાજકોટ. અમરેલી અને પોરબંદરમાં એક-એક સ્ટેટ હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાયો હતો. પંચાયત હસ્તકના 130 રસ્તા બંધ રહ્યા હતા.

heavy rain in saurashtra

મેઘરાજાએ સૌરાષ્ટ્રના અનેક પંથકને ધમરોળી નાંખ્યા છે… ત્યારે હવામાન વિભાગે રાજ્યભરમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે… હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે… જે અંતર્ગત સૌરાષ્ટ્ર… દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે… જ્યારે કે 16 સપ્ટેમ્બરના રોજ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

રાજકોટ અને જામનગરમાં અતિભારે વરસાદ થયો છે. અને હજુ પણ વધુ વરસાદ થવાની આગાહી છે. બંને શહેરો અતિભારે વરસાદથી જળમગ્ન થઈ ગયા છે. રાહત અને બચાવ કામગીરી માટે બંને શહેરોમાં એનડીઆરએફની ટીમો તૈનાત કરાઈ છે. કચ્છ અને દ્વારકાની એનડીઆરએફ ટીમને જામનગર મોકલાઈ છે. સૌરાષ્ટ્રમાં હાલ એનડીઆરએફની 10 ટીમ તૈનાત કરાઈ છે. જો દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહીને પગલે ત્યાં એનડીઆરએફની 3 ટુકડીઓને તૈનાત રખાઈ છે. ભટિંડાથી એનડીઆરએફની પાંચ ટીમની ગુજરાતમાં મદદ લેવાઈ છે.

READ ALSO

Related posts

Big Breaking / ટી20 પછી RCBની પણ કેપ્ટનશીપ છોડશે વિરાટ કોહલી, મેચના એક દિવસ પહેલા આપી આ જાણકારી

Zainul Ansari

દેશના ઇતિહાસની પ્રથમ ઘટના / આ રાજ્યમાં વિપક્ષ વગર ચાલશે સરકાર, તમામ પક્ષો પ્રજાના કામ માટે આવ્યા એક સાથે

Zainul Ansari

‘ભાજપ એટલે નીતિનભાઈ અને કમળ એટલે નીતિનભાઈ’: પૂર્વ નાયબ મુખ્યપ્રધાને ઈશારામાં વિરોધીઓ પર સાધ્યું નિશાન, રામાયણની મંથરા સાથે કરી સરખામણી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!