GSTV
India News ટોપ સ્ટોરી

ઉત્તરાખંડમાં આકાશી આફત/ દહેરાદૂનમાં ભારે વરસાદથી તબાહી, રાયપુરમાં વાદળ ફાટતા પૂરની સ્થિતિ સર્જાઇ

વરસાદ

ઉત્તરાખંડમાં શુક્રવારથી અવિરત વરસાદે ભારે વિનાશ સર્જ્યો છે. દેહરાદૂન જિલ્લાના રાયપુર બ્લોકમાં શનિવારે વહેલી સવારે વાદળ ફાટ્યું. સરખેત ગામના લોકોએ જણાવ્યું કે આ ઘટના લગભગ 2.45 વાગ્યે બની હતી. માહિતી બાદ SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ સાથે દેહરાદૂનના ટપકેશ્વર મહાદેવ મંદિર પાસે ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદના કારણે માલદેવતા ઉપરનો પુલ પણ ધોવાઈ ગયો છે.

રાયપુર બ્લોકમાં વાદળ ફાટ્યા બાદ ઘટનાસ્થળે પહોંચેલા SDRFએ જણાવ્યું કે ગામમાં ફસાયેલા તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે કેટલાક લોકોએ એક રિસોર્ટમાં આશરો લીધો છે. આ ઉપરાંત શુક્રવારથી શરૂ થયેલા મુશળધાર વરસાદને કારણે દેહરાદૂનના પ્રસિદ્ધ ટપકેશ્વર મહાદેવ મંદિર પાસે વહેતી તમસા નદીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે કેબિનેટ મંત્રી ગણેશ જોશી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે.

ટપકેશ્વર મહાદેવનો સંપર્ક તૂટી ગયો

તમસા નદીના વહેણને કારણે માતા વૈષ્ણોદેવી ગુફા યોગ મંદિર અને ટપકેશ્વર મહાદેવ વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે. તળાવને પણ નુકસાન થયું છે. ટપકેશ્વર મહાદેવ મંદિરના મહંત આચાર્ય બિપિન જોશીએ જણાવ્યું કે ભગવાનની કૃપાથી કોઈ જાન-માલનું નુકસાન થયું નથી.

વૈષ્ણોદેવી મંદિર પાસે ભારે વરસાદ

આ સાથે જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લાના કટરા શહેરમાં માતા વૈષ્ણો દેવી પાસે ભારે વરસાદને કારણે અચાનક પૂર આવ્યું હતું. ભારે વરસાદ અને અચાનક પૂરને જોતા માતા વૈષ્ણો દેવી મંદિરમાં ભક્તોની અવરજવર થોડા સમય માટે બંધ કરી દેવામાં આવી હતી. જો કે સવારે 7 વાગ્યાથી જ ભક્તોની અવરજવર શરૂ થઈ ગઈ છે.

Read Also

Related posts

BIG BREAKING: ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ની પ્રથમ સીઝનના સ્પર્ધક કોમેડિયન પરાગ કંસારાનું નિધન

pratikshah

શું એલન Alon Musk-Twitterની ડીલ થઈ શકે છે પાક્કી? મસ્કના લેટર અંગે ટ્વિટરે આપ્યું આ રિએક્શન

Hemal Vegda

મોટી દુર્ઘટના/ અરુણાચલ પ્રદેશના તવાંગમાં સેનાનું ચિત્તા હેલિકોપ્ટર ક્રેશ, પાયલટનું થયું મોત

HARSHAD PATEL
GSTV