GSTV

મુંબઈમાં ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! મોડી રાત્રે કરી જોરદાર બેટિંગ, હજુ 24 કલાક ભારે

Last Updated on July 27, 2019 by Arohi

મુંબઈમાં ફરીવાર મેઘસવારી શરૂ થઈ છે. જેથી શહેરના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. પરેલ, દાદર, વડાલા, કુર્લા, સાયન, તિલકનગર, અંધેરી, સાંતાક્રુઝ, ગોરેગાંવ, મલાડમાં વરસાદ પડ્યો છે. સાયન, ગાંધી માર્કેટ, કલ્યાણ અને ડોંબિવલીમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ.

રસ્તા પર પાણી ભરાતા અનેક વાહન ચાલકોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે. જ્યારે વરસાદ અને ઓછી વિઝીબિલીટીના કારણે છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સાત ફ્લાઈટ રદ્દ અને 9 જેટલી ફ્લાઇટને ડાઇવર્ટ કરવાની ફરજ પડી. જ્યારે કે મોટા ભાગની ફલાઇટ મોડી પડી છે.

એક સપ્તાહ બાદ ચોમાસુ નબળુ પડ્યા બાદ મુંબઈના દરિયા કિનારા સહિત શહેરમાં ચોમાસુ ફરીવાર સક્રિય બન્યુ છે. જેથી શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. જ્યારે હવામાન વિભાગે આગામી બે દિવસોમાં મુંબઈ, પાલઘર, થાણે, રાયગઢ અને રત્નાગિરીમાં ભારે વરસાદની આગાહી કરી છે.

  • મુંબઈમાં ભારે વરસાદ બાદ જનજીવન પર અસર
  • સાત ફ્લાઈટ રદ્દ, ૯ જેટલી ફ્લાઈટના રૂટ બદલાયા
  • કલ્યાણ અને સાયનમાં ભરાયા પાણી
  • વડાલા, દાદર, કુર્લા, અંધેરીમાં વરસાદ
  • વરસાદના કારણે વાહન વ્યવ્હારને અસર

મુંબઈના સાયનમાં પણ વરસાદ

મુંબઈમાં એક સપ્તાહ બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ છે. તો આ તરફ મુંબઈના સાયનમાં પણ વરસાદ પડ્યો. સાયનના રહેણાક વિસ્તારમાં વરસાદના પાણી ઘૂસ્યા. જેથી જનજીવન પર અસર પડી. આ ઉપરાંત સાયનમાં રસ્તા પર પાણી ભરાયા. એટલે અનેક વાહન ચાલકોની હાલાકી વધી.

મુંબઈના ચેમ્બુરમાં વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

તો આ તરફ મુંબઈના ચેમ્બુરમાં પણ મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો. જેથી નીચાણવાળા વિસ્તારમાં વરસાદના પાણી ભરાયા. રસ્તા પર વરસાદના પાણી ફરી વળતા વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો. ચેમ્બુરની કેટલીક સોસાયટીમાં પણ પાણી ભરાયા છે, જેથી બીએમસીની પ્રિ-મોનસુનની કામગીરીની પોલ ખુલી છે.

બદલાપુરમાં ભારે વરસાદ

મહારાષ્ટ્રના બદલાપુરમાં ભારે વરસાદ પડ્યો. વરસાદના કારણે થાણે મુંબઈ રેલ્વે ટ્રેક જળબંબાકાર થયો. જેથી રેલ સેવાને અસર પડી. બદલાપુરમાં મોડી રાત્રે અનરાધાર વરસાદ પડ્યો. જેથી શહેરનો નિચાણવાળો વિસ્તાર પાણી-પાણી થયો હતો. રેલવે વ્યવ્હાર બાદ બદલાપુરમાં વાહન વ્યવ્હારને પણ અસર પડી છે. જેથી એનેક વાહન ચાલકો અટવાયા હતા.

Read Also

Related posts

માતમમાં ફેરવાઈ ખુશીઓની પળ! લગ્ન પ્રસંગમાં પડી આકાશી વીજળી, 16 લોકો જીવતા ભૂંજાયા: અનેક ઘાયલ

pratik shah

IND vs ENG: જસપ્રિત બુમરાહ- મોહમ્મદ શામીની ઘાતક બોલિંગ સામે અંગ્રેજો બન્યા પાંગળા, પ્રથમ ટેસ્ટમાં સામાન્ય સ્કોર પર ઓલઆઉટ

pratik shah

ખતરો વધ્યો: ચીનના વુહાનમાં ફેલાયો ઘાતક વાયરસ,મુખ્ય શહેરોમાં ફરી વખત પ્રતિબંધો લાગુ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!