GSTV
Home » News » ઓડિશામાં ભારે વરસાદ સાથે ડાયે નામનું વાવાઝોડું ત્રાટક્યુ

ઓડિશામાં ભારે વરસાદ સાથે ડાયે નામનું વાવાઝોડું ત્રાટક્યુ

ઓડિશામાં ભારે વરસાદ સાથે ડાયે નામનું વાવાઝોડું ત્રાટક્યુ છે. ઓડીસા ગોપાલપુર નજીકથી વાવાઝોડાએ રાજ્યમાં પ્રવેશ કર્યો છે. વાવાઝોડાને કારણે અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે. ઓડિસાની સરકારે વાવાઝોડાના કારણે ગંજમ, ગજપતિ, પુરી અને નયાગઢ જિલ્લામાં સરકારી કર્મચારીઓની રજા રદ કરી છે.

હવામાન વિભાગે એલર્ટના પગલે રાજ્યના તમામ માછીમારોને આગામી 24 કલાકમાં સમુદ્ર ખેડવાથી દુર રહેવાની ચેતાવણી આપી છે. બંગાળની ખાડીમાં ડીપ ડીપ્રેશન સર્જાતા વાવાઝોડુ ત્રાટક્યુ છે. આ વાવાઝોડાને ડાયે નામ આપવામાં આવ્યું છે. વાવાઝોડાના કારણે આ વિસ્તારોમાં 70થી 80 કિલોમીટરની ઝડપે પવન ફુંકાયો છે ત્યારે હવામાન વિભાગે આગામી 48 કલાકમાં ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઝારખંડ, અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

Related posts

Brexit: મહારાણીની લીલીઝંડી બાદ બ્રેક્ઝિટને મંજૂરી, સંસદમાં પાસ થયું બિલ

Pravin Makwana

પીએમ મોદી 26 જાન્યુઆરીના રોજ રાજપથ પર પરેડ શરૂ થતા પહેલા આ જગ્યા પર જશે

Nilesh Jethva

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરુદ્ધ છેતરપીંડીનો દાખલ થયો કેસ,

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!