ન્યુઝીલેન્ડના સૌથી મોટા શહેર ઓકલેન્ડમાં વરસાદે તબાહી મચાવી છે. ન્યૂઝીલેન્ડના સૌથી મોટા શહેરમાં શનિવારે રેકોર્ડ વરસાદને કારણે બે લોકોના મોત થયા છે અને અન્ય બે લોકો લાપતા છે. અધિકારીઓએ ઓકલેન્ડ પ્રદેશ માટે કટોકટીની સ્થિતિ જાહેર કરી અને દેશના નવા વડા પ્રધાન ક્રિસ હિપકિંસે લશ્કરી વિમાન દ્વારા પરિસ્થિતિનો તાગ મળવ્યો હતો. તમને જણાવી દઈએ કે, જેસિન્ડા આર્ડનના રાજીનામા બાદ હિપકિંસે શપથ લીધા હતા.

હિપકિંસે જણાવ્યું હતું કે, વરસાદની શહેરને ઝડપથી અસર થઈ હતી. તેણે ઓકલેન્ડવાસીઓને વધુ વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવાની સલાહ આપી છે. આ પહેલા એરપોર્ટ પર તમામ ફ્લાઈટ્સ સ્થગિત કરવામાં આવ્યા બાદ અને ટર્મિનલના કેટલાક ભાગોમાં પાણી ભરાઇ જતાં સેંકડો લોકો રાત સુધી ઓકલેન્ડ એરપોર્ટ પર ફસાયા હતા.

જોકે એર ન્યુઝીલેન્ડે જણાવ્યું હતું કે, શનિવારે બપોરે ઓકલેન્ડની અંદર અને બહાર ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ફરી શરૂ કરી છે પરંતુ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ફરી ક્યારે શરૂ થશે તેની ખાતરી નથી. હવામાન એજન્સીઓના જણાવ્યા પ્રમાણે 27 ફેબ્રુઆરી ઓકલેન્ડમાં અત્યાર સુધીનો સૌથી ભીનો દિવસ હતો. શુક્રવારે સાંજે, કેટલાક સ્થળોએ માત્ર ત્રણ કલાકમાં 15 સેન્ટિમીટર (6 ઈંચ) થી વધુ વરસાદ નોંધાયો હતો.
READ ALSO
- ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો
- Flightમાં મુસાફરી કરતા પહેલા આ ફુડ્સ ભૂલથી પણ ન ખાઓ, થઈ શકે છે મોટી સમસ્યા
- IPL 2023 / અમદાવાદમાં પ્રથમ મેચ પહેલા ચેન્નઈને ઝટકો, આ ખેલાડી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી આઉટ
- રાજકારણ / મોહમ્મદ ફૈઝલને ફરી લોકસભાનું સભ્યપદ અપાતાં રાહુલ પણ ફરી સાંસદ બનશે તેવી આશા જાગી
- Vitamin D Deficiency: વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે પીઓ આ હેલ્ધી ડ્રીંક્સ