GSTV

અમદાવાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ, અરવલ્લી જિલ્લામા પણ છવાયો વરસાદી માહોલ

Last Updated on September 20, 2020 by

અમદાવાદમાં આજે ફરી મેઘરાજાની ધૂઆધાર બેટિંગ જોવા મળી છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. શહેરના ઈસ્કોન સર્કલ, પકવાન ચારરસ્તા સહિત એસજી હાઈવે, બોપલ, ઘુમા બોડકદેવ, સહિતના વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો. જ્યારે શહેરના પૂર્વ વિસ્તાર એવા નારોલથી નરોડા સહિતના વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે વાહનચાલકોએ હાલાકી વેઠવી પડી છે.

ગીર સોમનાથના કોડીનાર સુત્રાપાડામાં ધીમીધારે વરસાદ વરસ્યો છે. તો તાલાળા ગીર ગઢડામાં વરસાદી માહોલ છવાયો છે. આ સાથે જ રાખેજ, લોઢવા, પ્રશ્નાવડા, પીપળી, દામલી, વડોદરા દેદાની દેવળી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે.

કેશોદમાં ફરી ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. 2 દિવસના વાદળછાયા વાતાવરણ બાદ અસહ્ય ગરમી વચ્ચે ફરી ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વરસાદના કારણે રોડ રસ્તામાં પાણી ભરાયા હતા..ભારે વરસાદથી પશુઓ માટેના બચેલા મગફળીના ચારાને બચાવવા ખેડૂતો ફાંફે ચડયા હતા.

તો અરવલ્લી જિલ્લામા પણ વરસાદી માહોલ જામ્યો. માલપુર,મેઘરજ, મોડાસા, ભિલોડા,શામળાજી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. માલપુર સહિત નાનાવાડા,પરસોડા, હમીરપુર, ઉભરાણ, સજ્જનપુરા કંપા, જાલમખાંટ સહિત ગામોમાં વરસાદ પડ્યો. મેઘરજ સહિત જીતપુર, રેલ્લાવાડા, ઇસરી, બેડજ પહડિયામાં ધોધમાર વરસાદ ખાબક્યો. તો મોડાસા શહેર અને દધાલિયા, સબલપુર, ખલીકપુર, ડુંગરવાડામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો.

READ ALSO

Related posts

ટોક્યો 2020: ભારતીય મહિલા હૉકી ટીમે દેશવાસીઓને આશા જગાડી, આફ્રિકાને હરાવી ક્વાર્ટર ફાઈનલમાં મળી શકે છે જગ્યા

Pravin Makwana

જાહેરનામુ/ ડ્રોન કેમેરા ઉડાડતા પહેલાં હવે ફરજિયાતપણે લેવી પડશે પોલીસની મંજૂરી, આ નિયમોનું પાલન નહીં કરો તો ભરાશો

Bansari

વાસદ-તારાપુર, બગોદરા સ્ટેટ હાઈવેની મુલાકાતે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, છેલ્લી ઘડીએ હરકતમાં આવ્યું તંત્ર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!