GSTV
ગુજરાત ટોપ સ્ટોરી

વરસાદની ધમાકેદાર ઇનિંગ માટે તૈયાર થઇ જાઓ, આ તો ફક્ત ટ્રેલર હતું…પિક્ચર તો…

હવામાન વિભાગે 3 દિવસ ભારે વરસાદની આગાહી આપી છે ત્યારે રાત્રે અમદાવાદના ગોતા, એસજી હાઈવે, વૈષ્ણોદેવી, રાણીપ, મોટેરા, ચાંદખેડા, વાડજ, ઉસ્માનપુરા, સુભાષબ્રિજ, જુહાપુરા, જીવરાજપાર્ક, આંબાવાડી, કેશવબાગમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. વરસાદને કારણે નવરાત્રીના આયોજકોમાં ચિંતા વ્યાપી છે. શહેરમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ પડતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ભારે વરસાદને કારણે વેજલપુર અને નારણપુરામાં પાણી ભરાયા છે તથા શાહીબાગ અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યો છે. વરસાદને કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અખબારનગર અંડર પાસ પણ બંધ કરવામાં આવ્યો છે. ભારે વરસાદને પગલે વાસણા બેરેજના પાંચ દરવાજા ત્રણ ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે.

અમદાવાદમાં મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ ત્રાટક્યો

અમદાવાદમાં મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો. શહેરના વિવિધ વિસ્તારોમાં અડધો કલાકમાં સરેરાશ દોઢ ઈંચથી વધારે વરસાદ ખાબક્યો. તો સરખેજ વિસ્તારમાં એક કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો. થોડા જ વરસાદે શહેરને પાણી-પાણી કરી દીધું. શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા.

તો નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા હતા. વેજલપુર, સેટેલાઈટ, ઈસ્કોન, જેવા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા. તો શહેરના પૂર્વ વિસ્તાર સરસપુર, નરોડા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ભારે પાણી ભરાયા. પાણી ભરાતા વાહનચાલકો અટવાયા હતા. તો રાહદારીઓ પણ હાલાકીમાં મુકાયા હતા.. અડધો કલાક ગાજવીજ સાથે વરસાદ ખાબક્યા બાદ જોર ઘટ્યું હતું.. અમદાવાદમાં સીઝનનો 32 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.

અમરેલીમાં ભારે વરસાદ વરસ્યો

અમરેલીના જાફરબાદના દરિયા કાંઠાના પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે..જાફરાબાદના કડીયાળી, બલાણા, વઢેરા સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો છે..કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં બે દિવસ બાદ ફરી વરસાદ વરસ્યો છે..જોકે બાજરીના પાકને નુકશાન થશે તેવો ખેડૂતોમાં ભય જોવા મળી રહ્યો છે.

ભાવનગરમાં નવા નીરની આવક

ભાવનગર પંથકમાં પણ વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો છે..ભાવનગરના શિહોરના ટાણા વરલ ગામ અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે..ધોધમાર વરસાદથી નદી-નાળાઓમાં નવા પાણીની આવક શરૂ થઈ છે.

ટંકારામાં અનરાધાર

મોરબી  ટંકારામાં અનરાધાર વરસાદ વરસ્યો છે…જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઇ ગયા.ગાજવીજ સાથે આવેલા વરસાદથી જાણે મોરબી અને ટંકારામાં જળબંબાકારની સ્થિતી સર્જાઇ ગઇ હતી.ભારે વરસાદ સાથે આવેલા વરસાદના કારણે કપાસ અને તલના પાકને ભારે નુકસાન થશે તેવી ભીતિ સેવાઇ રહી છે.

ગીર સોમનાથમાં મૂશળધાર

ગીરસોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 3 કલાકમાં 5 ઇંચ મૂશળધાર વરસાદ ખાબક્યો હતો.સુત્રુપાડાના પ્રાચી. પ્રાસલી, ટીમડી, ગાંગેથા, ખેરા, ભુવાટીંબી, મોરડીયા,પેઢાવડા સહિતના ગામોમાં મૂશળધાર વરસાદ ખાબક્યો હતો.

પોરબંદરમાં ધોધમાર

પોરબંદરમાં પણ  ધોધમાર વરસાદ ખાબક્યો હતો..ભારે વરસાદથી રોડ રસ્તા પર પાણી ભરાયા હતા..ભારે વરસાદથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો..સારા વરસાદથી આ વર્ષે પીવાના પાણીની સમસ્યા હલ થશે તેવી લોકોને આશા બંધાઇ છે..

જામનગરમાં ખેડૂતો ખુશખુશાલ

સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે,,તો જામનગર જિલ્લો પણ બાકાત નથી. વાવેતર બાદ સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી છે,,તો ભાદરવામાં જતા જતા મેઘરાજા જમાવટ કરી રહ્યાં છે,,આજે બપોર બાદ જામનગરના જિલ્લામાં ત્રણ તાલુકામાં વરસાદ નોંધાયો,,જોડિયા, ધ્રોલ, લાલપુર અને કાલાવડમાં વરસાદે જમાવટ કરી. લાલપુર અને કાલાવડમાં એક-એક ઇંચ વરસાદ નોંધાયો,,તો જામનગર તાલુકાના અલિયાબાડા પંથકમાં અડધા કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો.

Read Also

Related posts

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda

અમદાવાદ / AMCએ વડાપાઉંના સ્ટોલને 44 હજારનો દંડફટકારી કરી દીધું સીલ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

બેટ દ્વારકા /  મેગા ડિમોલેશનમાં ડ્રગ ડીલર રમજાનનું મકાન કરાયું જમીનદોસ્ત

Hemal Vegda
GSTV