GSTV

એલર્ટ / માછીમારોને દરિયો ન ખેડવા હવામાન ખાતાની ચેતવણી, રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

Fishermen-alert

Last Updated on September 8, 2021 by Dhruv Brahmbhatt

હવામાન ખાતાની ભારે વરસાદની આગાહીથી માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના અપાઇ છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દરિયા કિનારે માછીમારો પોતાના કામ આ વ્યસ્ત દેખાયા હતાં. મહત્વનું છે કે, ભારે વરસાદની આગાહીના કારણે માછીમારોએ દરિયો ખેડવાનું ટાળ્યું હતું. દરિયામાં સવારમાં કોઈ કરંટ કે હવાનું જોર જોવા મળ્યું નથી. ઉમરગામ તાલુકાનો કાંઠા વિસ્તાર મસ્ત્ય ઉદ્યોગ માટે જાણીતો છે. વરસાદી માહોલ ગઈ કાલથી ફરી સક્રિય બની જતાં માછીમારોએ પણ સાવધાની રાખી છે. દરિયો શાંત છે અને હવા પણ નથી પરંતુ ગમે ત્યારે વાતાવરણમાં આવતો પલટો જોખમી બનતો હોય છે.

RAIN

ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડશે

ઉલ્લેખનીય છે કે, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રાહત કમિશનર અને મહેસુલ વિભાગના અધિક સચિવ આર્દ્રા અગ્રવાલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવી હતી. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રાહત નિયામક સી.સી. પટેલે આ બેઠકમાં જણાવ્યુ કે, આજે સવારે ૬.૦૦ થી બપોરના ૨.૦૦ સુધી રાજયમાં ૧૦ જિલ્લાના ૨૮ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં ૫૮ મી.મી વરસાદ પડ્યો છે. રાજયમાં અત્યાર સુધી તા.૦૭/૦૯/૨૦૨૧ અંતિત ૪૨૭.૦૬ મી.મી. વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ ૮૪૦ મી.મી.ની સરખામણીએ ૫૦.૮૪ ટકા છે. IMDના અધિકારીએ જણાવ્યુ છે કે, ત્રણ દિવસની હવામાનની આગાહી જોતાં સમગ્ર રાજયમાં ભારે વરસાદની સંભાવના છે.

મધ્ય ગુજરાતના વડોદરા, ખેડા અને દક્ષિણ ગુજરાતના ભરૂચમાં વરસાદ

જેમાં સૌરાષ્ટ્રના જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં, મધ્ય ગુજરાતના વડોદરા, ખેડા અને દક્ષિણ ગુજરાતના ભરૂચ અને વલસાડ જિલ્લાઓમાં આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે. જેથી અગમચેતીના પગલાંરૂપે રાહત બચાવ કાર્ય અંગે જરૂર પડે NDRF અને SDRFની ટીમો આ જિલ્લાઓમાં એલર્ટ રહે તે અંગે સૂચના આપવામાં આવી છે. કૃષિ વિભાગના અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, ચાલુ વર્ષે તા. તા.૬ સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીમાં અંદાજીત ૮૧.૫૫ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે.

વરસાદ

સરદાર સરોવર જળાશયમાં હાલ ૧,૬૧,૮૭૬ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ

ગત વર્ષે આ સમયગાળા દરમ્યાન ૮૪.૪૮ લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૯૫.૩૩ ટકા વાવેતર થયુ છે. સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ના અધિકારી દ્વારા જણાવાયુ છે કે, સરદાર સરોવર જળાશયમાં હાલ ૧,૬૧,૮૭૬ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૪૮.૪૫ ટકા છે. સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, રાજયના ૨૦૬ જળાશયોમાં ૩,૧૦,૪૯૨ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના ૫૫.૭૦ ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-૦૮ જળાશય, એલર્ટ ૫ર કુલ-૦૯ જળાશય તેમજ વોર્નીગ ઉ૫ર-૧૨ જળાશય છે.

એન.ડી.આર.એફ.ની કુલ ૧૫ ટીમમાંથી ૮ ટીમો ડીપ્લોય કરવામાં આવી

એન.ડી.આર.એફ.ની કુલ ૧૫ ટીમમાંથી ૮ ટીમો ડીપ્લોય કરવામાં આવી છે. જે પૈકી વલસાડ, સુરત, નવસારી, રાજકોટ, ગીરસોમનાથ, જુનાગઢ, કચ્છ અને પોરબંદર ખાતે ૧-૧ ટીમ ડીપ્લોય કરવામાં આવી છે અને ૬ ટીમ વડોદરા અને ૧-ટીમ ગાંધીનગર ખાતે રીઝર્વ રાખવામાં આવી છે. આ પૈકી એક ટીમ અમરેલી ખાતે રાખવા સૂચના અપાઈ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

કોરોનાકાળમાં લગ્ન કરનારા ચેતી જજો નહીંતર…, માત્ર એક જ સપ્તાહમાં ગાઇડલાઇનનો ભંગ કરનારા 11 ગુના નોંધાયા

Dhruv Brahmbhatt

કોરોના મહામારી વકરતા ચૂંટણી પંચનો નિર્ણય, પ્રતિબંધો લંબાવાયા; ઘરે ઘરે પ્રચાર માટેની સંખ્યા ઘટી

Damini Patel

અમદાવાદીઓ એલર્ટ : શહેરમાં ઉમેરાયા વધુ નવા 27 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન, કોરોનાનાં કેસ 8 હજારને પાર ને 5નાં મોત

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!