GSTV

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી: સમગ્ર વહીવટીતંત્ર એલર્ટ પર, NDRFની 18 ટીમ અને SDRFની 11 ટીમ તૈનાત

વીજળી

Last Updated on August 9, 2019 by Karan

રાજ્યમાં ભારે વરસાદની આગાહીને ધ્યાને લઇને રાજ્યનું સમગ્ર વહીવટીતંત્રને એલર્ટ પર મુકવામાં આવ્યું છે. જ્યારે, તમામ જિલ્લાઓના કલેકટરને એલર્ટ પર રહેવા સૂચના આપવામાં આવી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવ્યાનુસાર, ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં કોઇ સ્થળે વધુ સ્થિતિ ગંભીર બને તો તેવા સંજોગોમાં રેસ્કયુ સહિતની કામગીરી સત્વરે પૂરી પાડવા માટે NDRFની 18 ટીમ અને SDRFની 11 ટીમ તૈનાત કરવામાં આવી છે.

જેમાં દક્ષિણ ગુજરાતમાં 7 NDRFની ટીમો, સૌરાષ્ટ્રમાં પાંચ ટીમો, ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં ત્રણ-ત્રણ ટીમો કાર્યરત છે. રાજ્યમાં થઇ રહેલ વરસાદને પરિણામે કોઝવેમાં પાણી ભરાયા છે અને 154 રસ્તાઓ બંધ છે. જેમાં તાપી જિલ્લાના 39, છોટાઉદેપુરમાં 31 રસ્તાઓનો સમાવેશ થાય છે.

આ તમામ રસ્તાઓ પર પાણી ઓસરતાં રસ્તા પૂર્વવત થઇ જશે. આ ઉપરાંત 16 ગામોને વીજળીની અસર થઇ છે. તે માટે પણ કામગીરી ચાલુ છે જે સત્વરે પૂર્ણ કરવામાં આવશે.

Read Also

Related posts

૨૦૦૮ સિરિયલ બ્લાસ્ટ કેસ/ ૭૭ આરોપીઓ સામે ૧૪ વર્ષે સુનાવણી પૂર્ણ: આ તારીખે ચુકાદો, મુખ્ય સૂત્રધાર યાસીન ભટકલ સામે કેસ ઓપન થશે

Bansari

ચેતવણી/ અહીં બે-ત્રણ દિવસમાં રોજ દસથી પંદર હજાર કેસો નોંધવાની શક્યતા, જાપાનમાં નવા નિયંત્રણો જાહેર

Damini Patel

અમદાવાદીઓ ચેતજો! વેક્સિનના બંને ડોઝ લેનારા લોકોને પણ સકંજામાં લઇ રહ્યો છે કોરોના, આટલા જ દિવસમાં 30 દર્દીઓને ભરખી ગયો જીવલેણ વાયરસ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!