GSTV

આકાશી આફત / છોટા ઉદેપુરના ખેડૂતો માટે આફત બનીને આવ્યો વરસાદ, ખેતરમાં લહેરાઇ રહેલો પાક તહેશનહેશ

Last Updated on September 23, 2021 by GSTV Web Desk

રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતોને સૌથી વધુ ચિંતા હતી. પરંતુ ત્યારબાદ એવો વરસાદ વરસ્યો કે ખેડૂતો માટે વગર વરસાદ કરતા પણ વધુ વિકટ સ્થિતી સર્જાઇ છે. છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી પંથકમાં વરસાદ કાળ બન્યો છે.

બોડેલી પંથકના ખેડૂતો માટે આકાશમાંથી એવી આફત વરસી કે ખેતરમાં લહેરાઇ રહેલો પાક તહેશનહેશ થઇ ગયો. પહેલા ખેડૂતોને વરસાદની રાહ હતી, પરંતુ છેલ્લા 2 દિવસમાં જ પડેલા ભારે વરસાદે ખેડૂતોનો પાક બગાડી નાખ્યો છે.

ભારે વરસાદના કારણે ઉભો પાક જમીનદોસ્ત થઇ ગયો છે, તો ઘણા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઇ ગયા. ખેડૂતોને આશા હતી કે આ વર્ષ સારુ જશે તેમનું દેવું દૂર થઇ જશે. પરંતુ ખેડૂતો માટે આ વર્ષ પણ ફેલ ગયું હોય તેવી સ્થિતી સર્જાઈ છે. જેથી ખેડૂતોને તાત્કાલીક વળતર મળે તે માટે કોંગ્રેસ દ્વારા આવેદન આપવામા આવ્યું.

પહેલા વરસાદની ખેંચ હતી પછી વરસાદ એટલી હદે વરસ્યો કે ખેડૂતોની હાલત દયનીય બની છે. ત્યારે આ પરિસ્થિતીમાં ખેડૂતોને સહાય મળશે તો ક્યારે મળશે આ સવાલ સવાલ જ બનીને રહી ગયો છે.

Read Also

Related posts

મહેશ સવાણી કાગળનો વાઘ પુરવાર થયાં, આપનું અધ:પતન નોતર્યું : પાટીલ સામે પનો ટૂંકો પડ્યો

pratik shah

સાચવજો/ ગુજરાતની આ 3 બેન્કો નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ : RBIએ લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો

pratik shah

શીતલહેર/ ગુજરાતમાં ઠંડીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ: હજુ આટલા દિવસ ઠુંઠવાશો, 4.3 ડિગ્રી સાથે પાટનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!