GSTV

RAIN BREAKING / રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી, અમદાવાદમાં અનેક વિસ્તારોમાં મેહુલિયો વરસી પડ્યો

rain in ahmedabad

Last Updated on September 20, 2021 by Dhruv Brahmbhatt

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જે અંતર્ગત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. પંચમહાલ, મહેસાણા, પાટણ, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, વડોદરા, ખેડા, આણંદ અને નડિયાદ સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસી શકે છે જ્યારે સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનું છે કે રાજ્યમાં હજુ સરેરાશ 18 ટકા વરસાદની ઘટ છે.

વરસાદ

અમદાવાદના કેટલાંક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાનું શરૂ

અત્રે મહત્વનું છે કે, તાજેતરમાં જ અમદાવાદના કેટલાંક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થઇ ગયું છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારો જેવાં કે બોડકદેવ, થલતેજ, યુનિવર્સિટી રોડ, SG હાઇવે તેમજ બોપલ સહિતના કેટલાંક વિસ્તારોમાં ભારે કડાકા ભડાકા સાથે મેઘો વરસવા લાગ્યો છે. ચારે બાજુ કાળા ડિબાંગ વાદળો છવાઇ ગયા છે.

શહેરના પશ્ચિમ વિસ્તારમાં દિવસે પણ રાત જેવો માહોલ સર્જાયો હતો. સમી સાંજે અંધારુ છવાઇ ગયું હતું. આ સાથે જ અમદાવાદમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદ પડતા શહેરીજનોને ભારે ઠંડકનો અહેસાસ થયો હતો.

ahmedabad-rain

અમદાવાદના થલતેજ, સતાધાર, નવરંગપુરા, નારણપુરા, પ્રહાલદનગર, આનંદનગર, શિવરંજની, શ્યામલ ચાર રસ્તા, એસ.જી હાઈવે, ગોતા, નારોલ, વટવા, વસ્ત્રાલ, ઇસનપુર, સીટીએમ, પંચવટી, પાલડી, ચાંદખેડા, સાબરમતી, મોટેરા, લાલ દરવાજા અને કાલુપુર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

READ ALSO :

Related posts

હતા ત્યાં ને ત્યાં / કિસાન સૂર્યોદય યોજનાનું સુરસુરિયું, ખેડૂતોને ફરી રાત ઉજાગરા કરવાનો વારો આવ્યો

Zainul Ansari

Breaking / 28 ઓક્ટોબરથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસીય ગુજરાત પ્રવાસે, PM આવાસ યોજનાના ઉદ્દઘાટન સમારોહમાં આપશે હાજરી

Zainul Ansari

સાહિત્ય પરિષદમાં વિવાદ / મહામંત્રીની કામગીરી સામે વિરોધ : અનેક સભ્યો નારાજ, રાજીનામા પડ્યાં અને પડવાની તૈયારીમાં..

Lalit Khambhayata
Do NOT follow this link or you will be banned from the site!