GSTV
Gujarat Government Advertisement

ભારે વરસાદથી શાકભાજીના પાકને ભારે નુકસાન, મરચાં અને કોથમીરના ભાવ ફરસાણથી વધુ !

શાકભાજી

Last Updated on September 5, 2020 by Arohi

ભારે વરસાદથી કૃષિ પાકને તો નુક્શાન થયું છે પરંતુ, તેની સાથે જ શાકભાજીના પાકનું પણ ધોવાણ થતા શાકભાજી  મોંઘાદાટ થયા છે. મરચાં અને કોથમીરનો એક કિલોનો ભાવ  એક કિલો ફાફડાં સહિતના ફરસાણ કરતા પણ વધી ગયો છે. ફરસાણમાં લીલા મરચાં અને તે પણ  તળેલાં વિનામૂલ્યે અપાતા હોય છે જ્યારે ગૃહિણીઓની દાળ-શાક કોથમીર અને મરચાં વગર બનતી નથી હોતી. યાર્ડમાં આજે પ્રતિ ૨૦ કિલો કોથમીર રૂ।.૧૭૦૦થી રૂ।.૨૨૦૦ના ભાવે સોદા થયા હતા તો લીલા મરચાં રૂ।.૧૫૦૦થી ૨૦૦૦ના ભાવે વેચાયા હતા.

આમ, યાર્ડમાં જે કિલોના રૂ।.૧૦૦ના ભાવે વેચાય છે તે ખુલ્લા બજારમાં પહોંચતા તેના ભાવ ત્રણ ગણા થઈ જતા હોય છે. આથી ગૃહિણીઓ હવે કિલો મરચાંને બદલે સો ગ્રામ મરચાં માંગે છે. આ ઉપરાંત મેથી, કંટોળા, તુરિયા, ગુવાર, ફ્લાવર, રીંગ ણા, ચોળા સિંગ સહિતના સ્થાનિક શાકભાજીની આવકને પણ પ્રતિકૂળ અસર થતા તેના ભાવ પણ મણે રૂ।.૧૦૦૦ને પાર થયા છે. ડુંગળી-બટેટા ઉપરાંત ગાજર, મુળા, દૂધી વગેરેના ભાવ પ્રમાણમાં ઓછા રહ્યા છે.

શાકભાજી

ભારે વરસાદથી શાકભાજીની આવક ઘટી

યાર્ડના સૂત્રો અનુસાર ભારે વરસાદથી શાકભાજીની આવક ઘટી છે, તેની અસર ભાવ પર થઈ છે, જો કે ત્રણેક દિવસથી ઉઘાડ નીકળ્યો છે અને નવો પાક લેતા અને તે બજારમાં આવતા હજુ ૨૦થી ૩૦ દિવસ નો સમય લાગશે અને ત્યારબાદ શાકભાજી સસ્તુ થવાની આશા છે. બીજી તરફ શાકભાજી જેટલું મોંઘુ છે તેના કરતા નફાખોર વેપારીઓ, વિક્રેતાઓ ફેરિયાઓ તેને વધુ મોંઘુદાટ કરી રહ્યા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

રાજ્યવ્યાપી દરોડા: ગર્ભપાતની કીટનું ગેરકાયદેસર રીતે થઈ રહ્યુ હતું ઓનલાઈન વેચાણ, કરોડોનો માલ થયો જપ્ત

Pravin Makwana

રોંગ સાઈડના રાજા: નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ અમદવાદીઓએ ભર્યો કરોડોનો દંડ, લોકડાઉનમાં પણ નથી કરી પાછીપાની

Pravin Makwana

ભાજપનું નામ વટાવી રેતી ચોર ચલાવે છે લીઝ, જિલ્લા પ્રમુખ કૌશિક વેકરિયાએ પોલીસ ફરિયાદ કરાવી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!