GSTV
Trending Videos

VIDEO: ભાગદોડના પર્યાય સમી મુંબઈ વરસાદના કારણે થઈ સ્થિર, BMC એ સાર્વજનિક રજા જાહેર કરી

મુંબઈમાં ભારે વરસાદના પૂર્વાનુમાન બાદ મુંબઈમાં મંગળવારે સાર્વજનિક રજા જાહેર કરવામાં આવી હતી. લોકોને ઘરમાંથી કામ વગર બહાર નીકળવાની મનાઈ ફરમાવામાં આવી છે, તો શાળા અને કોલેજો અને ઓફિસો બંધ રાખવામાં આવી છે. મુંબઈમાં રાતભર વરસાદ થવાને કારણે અલગ અલગ જગ્યાઓએ દીવાલ ધસી પડવાને કારણે 27 લોકોનાં મોત થયા છે. તો મુંબઈ એરપોર્ટનો રનવે પણ હાલમાં બંધ કરી દેવામાં આવ્યો છે. મુંબઈમાં 54 ફ્લાઈટસને ડાયવર્ટ કરી દેવામાં આવી છે.

મુંબઈનાં અંધેરીમાં આવેલાં સબવેમાં વરસાદી પાણી ભરાવાના કારણે બંધ કરવું પડ્યુ હતુ.

આ છે મુંબઈનો વેસ્ટર્ન એક્સપ્રેસ જેમાં વરસાદી પાણી ભરાવાને કારણે રસ્તો દેખાવાનો બંધ થઈ ગયો છે.

મુંબઈમાં રાત્રિએ અવિરત વરસાદ વરસવાને કારણે કુર્લામાં લોકોનાં ઘરમાં વરસાદી પાણી ભરાયા હતા. ત્યારે લોકોએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને BMCની કામગીરી પર રોષ વ્યક્ત કર્યો હતો.

મુંબઈનાં થાણેમાં પણ વરસાદી પાણી ભરાવાને કારણે રસ્તા પર પાર્ક કરેલી કારો વરસાદી પાણીમાં ડૂબી ગઈ હતી.

READ ALSO

Related posts

ક્રિકેટર બનવા માંગતો હતો કરણ વાહી, આ કારણે બનવું પડ્યું એક્ટર

Siddhi Sheth

45 લાખમાં છૂટાછેડાનું નક્કી થયું છતા લાલચી સસરાએ 50 લાખ અને ફ્લેટની માંગ કરી, ના પાડી તો જમાઈનું ઘર સળગાવ્યું

Kaushal Pancholi

OMG 2 Release Date/ ભગવાન શિવના અવતારમાં જોવા મળ્યા અક્ષય કુમાર, જાણો ક્યાં દિવસે રિલીઝ થશે ‘ઓહ માય ગોડ 2’

Siddhi Sheth
GSTV