GSTV
Gujarat Government Advertisement

ગુજરાતના આ વિસ્તારોમાં પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી

Last Updated on September 28, 2019 by Mayur

ભાદરવો માસ પૂરો થવામાં છે છતાં હજુ આગામી દિવસોમાં પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદનું પ્રભુત્વ યથાવત્ રહે તેવી પૂરી સંભાવના છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરેલી છે.

 હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ગુજરાતના અનેક જિલ્લાઓમાં ચોમાસું બરાબરનું જામ્યું છે. સૌરાષ્ટ્ર અને તેને સંલગ્ન ઉત્તરપૂર્વ અરેબિયન સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ ઉપરાંત શનિવારથી સૌરાષ્ટ્ર અને આસપાસ લો પ્રેશર એરિયા સર્જાઇ શકે છે અને તે આગામી ૪૮ કલાકમાં વધુ સક્રિય થશે. આ સ્થિતિને પગલે આગામી ચાર દિવસ સૌરાષ્ટ્રના જામનગર-ભાવનગર-અમરેલી-ભાવનગર, ઉત્તર ગુજરાતના ગાંધીનગર-ખેડા-અમદાવાદ-આણંદમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ‘ આમ, નવરાત્રિના પ્રારંભિક નોરતાંમાં વરસાદ ખેલૈયાઓના રંગમાં ભંગ પાડે તેની પૂરી સંભાવના છે.

અમદાવાદનું સરેરાશ મહત્તમ તાપમાન આજે સામાન્ય કરતાં ૬.૫ ડિગ્રી ઘટીને ૨૮.૨ ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે ૮ઃ૩૦ના ૯૭% અને સાંજે ૫ઃ૩૦ના ૯૦% રહ્યું હતું. હવામાન વિભાગના મતે આગામી ત્રણ દિવસ દરમિયાન અમદાવાદમાં આવતીકાલે ભારે જ્યારે આગામી રવિવારથી મંગળવાર સુધી હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. બીજી ઓક્ટોબર બાદ વરસાદનું જોર ઘટે તેવી સંભાવના છે.

આગામી પાંચ દિવસ કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી?

૨૮ સપ્ટેમ્બર : ભારેથી અતિભારે : ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, જામનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ. ભારે : બનાસકાંઠા, પાટણ, વડોદરા,ભરૃચ, સુરત, નવસારી, વલસાડ, દેવભૂમિ દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, બોટાદ, કચ્છ.

૨૯ સપ્ટેમ્બર : ભારેથી અતિભારે : બનાસકાંઠા, પાટણ, રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા, કચ્છ. ભારે : મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, સુરેન્દ્રનગર, જુનાગઢ, મોરબી, ગીર સોમનાથ.

૩૦ સપ્ટેમ્બર : ભારેથી અતિભારે : બનાસકાંઠા, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, કચ્છ. ભારે : પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ.

૧ ઓક્ટોબર : ભારેથી અતિભારે : આણંદ, વડોદરા. ભારે : બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ.

૨ ઓક્ટોબર : ભારે : નવસારી,વલસાડ, દમણ.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સાપુતારા ફરવા જતા પહેલાં આ જાણી લો નહીં તો…., ડાંગ જિલ્લા અધિક કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું

Dhruv Brahmbhatt

CBSE : ધોરણ 10 અને 12ના રિઝલ્ટ તૈયાર કરવામાં ક્યાંય પણ તકલીફ કે મૂંઝવણ આવે આ નંબર પર કરો કોલ, હેલ્પલાઈન જાહેર કર્યા

Pravin Makwana

જળયાત્રા / ભગવાન જગન્નાથનો કરાયો જળાભિષેક, નીતિન પટેલનું રથયાત્રાને લઇને મહત્વનું નિવેદન

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!