વલસાડમાં ગત રાતથી જ સતત પડી રહેલા ભારે વરસાદના કારણે ગરીબોની સ્થિતિ વધુ કફોડી થઈ ગઇ છે. JBF કંપનીએ પોતાની દીવાલ બનાવી દીધી છે. જેથી તે કંપનીની પાછળ આવેલા ફળિયામાં દર વખતે પાણી ભરાય છે. ત્યારે આ વખતે ફરીથી પાણી ભરાતા સરીગામ રાયસાગર વિસ્તાર જળબંબાકાર થયો છે.

વલસાડ જિલ્લામાં વહેલી સવારે ચાર વાગ્યાથી વરસાદ શરૂ થઇ ગયો છે. જેથી વાપીના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. વાપી-દમણ રોડ, વાપી ચલા રોડ, વાપીના અંડરપાસમાં વરસાદી પાણી ભરાઇ ગયા છે. અનેક સોસાયટીઓમાં પણ પાણી ભરાઇ ગયા છે. વહેલી સવારે જ 4 કલાકમાં છ ઈંચ વરસાદ ખાબકતા મધુબન ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે. દર કલાકે પાણીની આવક 11,454 ક્યુસેક વધી રહી છે. જો કે હાલમાં એક પણ દરવાજા ખોલવામાં આવ્યાં નથી.

વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા હતાં. વલસાડના તિથલ રોડ પર ડેરી વિસ્તારમાં પણ પાણી ભરાયા હતાં. વરસાદી પાણી ભરાવાને લઇ સ્થાનિકોની હાલત કફોડી બની ગઇ છે. વરસાદી માહોલથી વાહન ચાલકોએ પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ જજના બંગલામાં પણ પાણી ભરાઇ ગયા હતાં. વલસાડમાં ભારે વરસાદને લઇને જનજીવન પર મોટી અસર પડી હતી.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં વીતી મધ્યરાત્રિએ આભ ફાટ્યું હતું. સમગ્ર વિસ્તારમાં આઠ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જેને લઇ લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતાં. ઉમરગામ તાલુકાના ટિમ્ભી ગામે મહારાષ્ટ્રના કૂર્જે ડેમનું પાણી વારોલી નદીમા આવતા લોકોનો ઊભો પાક અને ઢોર તણાયા હતાં. તમને જણાવી દઇએ કે, મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થાય ત્યારે પાણી ઉમરગામ વિસ્તારમાં આવે છે. નદી, નાળા અને કુદરતી વહેણો પર આડેધડ પુરાણના કારણે દર વર્ષે ઉમરગામ તાલુકામાં વરસાદી પાણીનો કેર વર્તાય છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ,ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- ઈતિહાસ / સુભાષ ચંદ્ર બોઝે નહીં પરંતુ આ ક્રાંતિકારીએ આપ્યો હતો જયહિંદનો નારો, જાણો તેમના વિશે
- હર ઘર તિરંગા / તિરંગાના રંગમાં રંગાઈ ટીમ ઈન્ડિયા, ધોની બાદ રોહિત-કોહલી સહિતના ક્રિકેટરોએ પણ ડીપી બદલી
- Tiranga Dhokla Recipe: તિરંગા ઢોકળા સાથે આઝાદીની ઉજવણી કરો, જાણો તેની રેસીપી
- સુરત / મનપાએ વધાર્યો મિલકત વેરાનો ટાર્ગેટ, 2023માં 1700 કરોડની આવક થવાની શક્યતા
- Independence Day 2022 : સ્વતંત્રતા દિવસના મોકા પર ઘરે જરૂર ટ્રાય કરો આ Snacks