GSTV
Home » News » સમગ્ર ઉત્તર ભારતમાં મેઘરાજાની કહેર, ઉત્તર પ્રદેશમાં 53 લોકોનાં મોત

સમગ્ર ઉત્તર ભારતમાં મેઘરાજાની કહેર, ઉત્તર પ્રદેશમાં 53 લોકોનાં મોત

ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને કેરળમાં પડેલા વરસાદના કારણે 53 જેટલા લોકોના મોત થયાજેમાં ઉત્તર પ્રદેશમાં વીજળી પડવા સહિતની ઘટનાઓમાં મૃત્યુ પામેલા 32 લોકોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત કેરળમાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે ચાર વ્યક્તિઓના મોત થયા હતા અને બે માછીમારો સહિત ત્રણ લાપતા થયા હતા.

કાસરગૌડ, ઇદ્દદુકી, કોઝિકોડ અને કન્નુર જિલ્લા માટે 23 જુલાઇ સુધી રેડ એલર્ટ જાહેર કરાયો હતો. તો ભારતીય હવામાન ખાતેએ 21 જુલાઇ એ કેટલાક જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યો હતો. કન્નુર અને કાસરગૌડમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી કરી હતી.

રાજસ્થાનમાં ઝાલાવાડમાં ખેતરમાં વરસાદ નીચે કામ કરી રહેલા ચાર જણા પર વીજળી પડતાં તેઓ દાઝી જતાં મૃત્ય પામ્યા હતા.દરમિયાન નવી દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં આજે પણ ભારે વરસાદ પડતા લોકો ખુશ થયા હતા. આગામી સપ્તાહમાં પણ વરસાદ સારો પડશે તેવી આગાહી કરવામાં આવી હતી.

READ ALSO

Related posts

ગુજરાતના આ ગામમાં એવુ તે શું થયું કે ઘરોમાં લાગવા મંડ્યા ટપોટપ તાળા

Nilesh Jethva

સૈફની લાડલીએ ‘લવ આજ કલ’ના આ ગીત પર લગાવ્યા ઠુમકા, દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે વીડિયો

Ankita Trada

બુર્કિના ફાસોનાં ચર્ચમાં આતંકી હુમલામાં 24નાં મોત, હુમલાખોરોએ લોકો ઉપર અંધાધુંધ ગોળીઓ વરસાવી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!