GSTV

સુરત અને તાપી જળબંબાકાર : ઉકાઈ ડેમમાંથી પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું, પર્વત પાટિયા નજીક 75 જેટલા લોકોને કરાયા રેસ્ક્યૂં

સુરત અને તાપી જળબંબાકાર છે ત્યારે દક્ષિણ ગુજરાતના જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું. જેને પગલે બારડોલીનો હરિપુરાનો કોઝ વે પ્રભાવિત થયો. જેને લીધે મામલતદાર સહિતના અધિકારીઓ કોઝ વે પર પહોંચ્યા હતા અને કોઝ વે બંધ કરાવ્યો હતો. જેને પગલે વાહનવ્યવહારને અસર પહોંચી હતી.

સુરતના પર્વત પાટિયા વિસ્તારની માધવબાગ સોસાયટીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. ફાયર વિભાગનો મોટો કાફલો માધવ સોસાયટી ખાતે પહોંચ્યો અને કુલ 75 જેટલા લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા. રેસ્ક્યુ કરાયેલા તમામ લોકો શ્રમિક વર્ગના છે. જેઓ ભારે વરસાદને કારણે પોલારાઇસ માર્કેટમાં ફસાઇ ગયા હતા.

સુરતમાં આજે વરસાદે વિનાશ વેર્યો છે. સોનિફળિયા વિસ્તારમાં એકસાથે બે મકાન ધરાશાયી થયા છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે દોડ્યું હતું. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી. ખાડીના પૂરના લીધે ચોતરફ તારાજી જોવા મળી. શહેરના પુણા કુંભારીયા રોડ પર આવેલા સણિયા, હેમાદ સહિતના ગામમાં ખાડીના પાણી ફરી વળ્યા. જેના લીધે લોકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા.

બીજી તરફ સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડી વિસ્તારમાં પણ ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયા. ખાડીના પાણી લોકોના ઘરોમાં ફરી વળતા તેમણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. તો સુરતની બમરોલી ખાડી ઓવર ફ્લો થઇ. જેના પાણી આસપાસની સોસાયટીમાં ફરી વળ્યાં. તો શહેરના આઝાદ નગરમાં પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી.

READ ALSO

Related posts

સુરતમાં હત્યાનો સીલ સિલો યથાવત, ભટાર વિસ્તારમાં ચપ્પુના ઘા ઝીંકી યુવકની હત્યા

Nilesh Jethva

કેરળનો એક યુવાન 6 મહિનામાં ત્રણ વખત થયો કોરોના પોઝિટિવ, સ્વાસ્થ્ય વિભાગ માટે બન્યો કોયડો

Mansi Patel

એસબીઆઈનાં કર્મચારીઓના રીપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા બેંક બંધ કરાવવામાં આવી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!