GSTV
Home » News » દક્ષિણ ભારતના બીજા ચોમાસાએ વેર્યો વિનાશ : કોઈમ્બતુરમાં દિવાલ ધસી પડતાં 15નાં મોત

દક્ષિણ ભારતના બીજા ચોમાસાએ વેર્યો વિનાશ : કોઈમ્બતુરમાં દિવાલ ધસી પડતાં 15નાં મોત

ઉત્તર-પૂર્વી મોનસુનને કારણે તમિલનાડુના અનેક વિસ્તારો અને પુડ્ડુચેરીમાં છેલ્લાં 24 કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે, જેનાથી બંને રાજ્યોમાં જનજીવન પ્રભાવિત થયું છે. સોમવારે પણ ભારે વરસાદની શક્યતાને જોતાં પુડ્ડુચેરી અને તમિલનાડુના અનેક જિલ્લાઓમાં સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે.

હવામાન વિભાગે આગામી બે દિવસમાં ભારે વરસાદ પડશે તેવી શક્યતા વ્યક્ત કરી છે. ચેન્નાઈ શહેરના કેટલાંક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાય ગયા છે. હજુ ભારે વરસાદ પડશે તેવી શક્યતાને પગલે મદ્રાસ અને અન્ના વિશ્વવિદ્યાલયની પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. તો રેસ્ક્યૂ ટીમના જવાન ચેન્નાઈ, કન્યાકુમારી, નીલગિરિ, તિરુવલ્લૂર, કાંચીપુરમ અને ડિંડીગુલ જિલ્લામાં બચાવ કાર્ય શરૂ કર્યુ છે.

દિવાલ ધરાશાયી થતા 15 લોકોનાં મોત

તામિલનાડુમાં ભારે વરસાદ ચારે બાજુ વિનાશ વહોરી રહ્યો હતો. કોઇમ્બતુર શહેરમાં એક દિવાલ ધસી પડતાં 15નાં મોત નીપજ્યાં હતાં. ચેન્નાઇ ઉપરાંત રાજ્યનાં અન્ય શહેરોમાં પણ વરસાદ ચારેકોર હાહાકાર વર્તાવી રહ્યો હતો. હવામાન ખાતાએ હજુ ભારે વરસાદની આગાહી કરી હતી.

કોઇમ્બતુર જિલ્લાના મેટ્ટુપલાયમ વિસ્તારના નાદુરમાં એક દિવાલ ધસી પડતાં 15 વ્યક્તિએ જાન ગુમાવ્યા હતા. કાટમાળ નીચે બીજા લોકો દબાયા હોવાની ભીતિ હતી. રાહત કાર્ય ચાલુ હતું. માર્યા ગયેલા લોકોમાં ચાર મહિલાનો પણ સમાવેશ થતો હતો. ભારે વરસાદના કારણે આઠ જિલ્લામાં સ્કૂલો બંધ કરી દેવામાં આવી હતી અને અન્ના યુનિવર્સિટીએ તેની તમામ પરીક્ષાઓ રદ કરી દીધી હતી. પુડુચેરીમાં પણ મોટા ભાગની સ્કૂલો બંધ જાહેર કરવામાં આવી હતી. રામેશ્વરમમાં ઠેર ઠેર પાણી ભરાયેલાં હતાં.

READ ALSO

Related posts

પીઢ અભિનેતા દિલીપ કુમારે પોતાનો 97મો જન્મદિવસ ઊજવ્યો, ફેન્સનો આભાર માનતી એક પોસ્ટ મુકી

Bansari

ઇન્ટીમેટ સીન વખતે આ સુપરસ્ટારના થઇ જાય છે આવા હાલ, હાથ ધ્રુજવા લાગે છે અને જોતજોતામાં તો…

Bansari

‘કોંગ્રેસની હંમેશાથી લૂંટો અને લટકાવોની જ નીતિ રહી છે’ વિપક્ષ પર પીએમ મોદીના આકરા પ્રહાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!