GSTV

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘ મલ્હાર, આ જિલ્લામાં સૌથી વધુ 5.7 ઇંચ વરસાદ ખાબક્યો

વરસાદ

ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેર જોવા મળી હતી. સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડામાં 5.7 ઇંચ અને તાપીના ડોલવણમાં 5 ઇંચ નોંધાયો હતો. જ્યારે અન્ય તાલુકાઓમાં 0.5 થી લઇને 3 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની હાજરીને પગલે ખેડૂતો ફરી ખેતીકામમાં જોતરાયા છે.

મંગળવારે મેઘરાજાની જોરદાર બેટિંગ

વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ જ મેઘરાજા વરસ્યા હતા. સોમવારના દિવસના સામાન્ય વરસાદ નોંધાયા બાદ રાત્રીના મેઘરાજા આક્રમક બન્યા હતા. મેઘરાજાનું આ જોર મંગળવારે દિવસના પણ જોવા મળ્યું હતું. મંગળવારે સાંજે 6 વાગે પુરા થતાં ૨૪ કલાકમાં સુરત જિલ્લામાં કુલ વરસાદ ૫૮૮ મિ.મિ અને સરેરાશ ૨.૩૫ ઇંચ વરસાદી પાણી પડયુ હતુ. જેમાં સૌથી વધુ ઉમરપાડા તાલુકામાં ૫.૭૫ ઇંચ, માંગરોળમાં ૩ ઇંચ, બારડોલીમાં ૨.૫ ઇંચ સહિત તમામ તાલુકા અને સુરત શહેરમાં વરસાદ વરસ્યો હતો. સુરત શહેરમાં આખો દિવસ આકાશ વાદળોથી ઘેરાવાની સાથે સતત વરસાદ વરસતા શહેરીજનો વાતાવરણમાં પ્રસરેલી ઠંડકથી ખુશ થઇ ઉઠયા હતા. આજના વરસાદની સાથે જ સુરત જિલ્લાનો મોસમનો કુલ વરસાદ ૭૯૧ મિ.મિ અને સરેરાશ ૩૧.૬૪ ઇંચ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ઉમરપાડામાં ૬૦ ઇંચ અને સૌથી ઓછો માંડવીમાં ૧૮ ઇંચ નોંધાયો છે. તો સુરત શહેરમાં મોસમનો ૩૬ ઇંચ વરસાદ થયો છે.

આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ

તાપી જિલ્લામાં સોમવારે રાત્રે ડોલવણ તાલુકામાં જોરદાર વરસાદ પડયો હતો. કુકરમુંડામાં એક કાચું નળિયાવાળું ઘર જમીનદોસ્ત થયું હતું. ડોલવણ તાલુકામાં ૫ ઇંચ વરસાદને પગલે નદીઓ બંને કાંઠે વહી હતી. ડોલવણમાં રાત્રે ૮થી ૧૦ વાગ્યા સુધીના ૨ કલાકમાં ૨ ઇંચ વરસાદ પડતા પાણી-પાણી થઇ ગયું હતું. ડાંગ જિલ્લામાં લાંબા સમય બાદ સર્વત્ર વરસાદી હેલી બાદ આદિવાસી ખેડૂતોએ રાહતનો દમ લઈ પરંપરાગત નાગલી, વરાઈની ખેતી કામમાં જોતરાઇ ગયા છે. ગિરિમથક સાપુતારામાં દિવસભર ગાઢ ધુમ્મસ વચ્ચે ઝરમરીયા વરસાદની હેલીથી પ્રવાસીઓને મજા પડી હતી. વલસાડ જિલ્લામાં મેઘરાજા ખુબ જ ધીમી બેટીંગ કરી રહ્યા છે. વિતેલા ૨૪ કલાકમાં સરેરાશ ૧ ઇંચ વરસાદ પડયો હતો. જેમાં ઉમરગામમાં સૌથી વધુ ૧.૪૪ ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે નવસારી જિલ્લામાં એક સપ્તાહથી ખેતીલાયક વરસાદને પગલે ખેડૂતોમાં આનંદ જોવા મળે છે. વાંસદા તાલુકામાં ૨ ઇંચ વરસાદ વરસ્યો હતો.

Read Also

Related posts

રાજકોટ/ જે.જે. કુડલિયા કોલેજે વિદ્યાર્થીઓને ફરજીયાત ઇન્ટર્નલ પરિક્ષા માટે બોલાવાયા, ગાઈડલાઈનનો કર્યો ભંગ

pratik shah

અમદાવાદના આ વિસ્તારમાં કોરોના વકર્યો, 50 સોસાયટીઓનો 10 દિવસનું સ્વંયૂભુ લોકડાઉનનો નિર્ણય, 6નાં થયાં મોત

pratik shah

પરીક્ષાથી વંચિત વિદ્યાર્થી માટે ગુજરાત યુનિ આજથી ત્રીજા તબક્કામાં યોજાશે ખાસ પરીક્ષા- 800 વિદ્યાર્થીઓ આપશે એક્ઝામ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!