સુરેન્દ્રનગર જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વહેલી સવારથી જ જિલ્લાના લખતર, ધ્રાંગધ્રા, પાટડી, મુળી સહિતના તાલુકાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ વરસાદ ધ્રાંગધ્રા, લખતર, વઢવાણ, લીંબડી અને દસાડા તાલુકામાં નોંધાયો હતો. જ્યારે લખતર તાલુકામાં પડેલ ભારે વરસાદને પગલે તલસાણા ગામનાં કોઝવે પર પાણી ફરી વળતાં અંદાજે છ જેટલાં ગામોનાં વાહનચાલકો અને ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
જેમાં આ કોઝવે પર પાણી ભરાઈ રહેતાં ભગવાનપર, વડેખણ, તલસાણા, સાંકળ, કઠેચી, ગડથલ સહિતના ગ્રામજનોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો હતો. જ્યારે બીજી બાજુ લખતર તાલુકાના ઘણાદ ગામે તળાવની પાળે આવેલ હનુમાનજીના મંદિરની દિવાલ ભારે વરસાદને પગલે ધરાશયી થઈ હતી જો કે કોઈ જાનહાની થઈ નહોતી આ ઉપરાંત લખતર ખાતે પણ બે મકાનો ધરાશયી થયાં હતાં. જ્યારે ધ્રાંગધ્રા તાલુકામાં પણ ભારે વરસાદને પગલે ખાંભડા ગામનું તળાવ ઓવરફલો થયું હતું અને કોઝવે પર પાણી ફરી વળતાં ધોળી ગામ તરફ જવાનો રસ્તો પણ બંધ થયો હતો.

ખેતરોમાં પાણી ફરી વળતાં મોટાપાયે નુકશાની
તેમજ તળાવ ઓફરફલો થતાં આસપાસના અનેક ખેડુતોના ખેતરોમાં પાણી ફરી વળતાં મોટાપાયે નુકશાની પહોંચી હતી. તેમજ ધ્રાંગધ્રાના શહેરી વિસ્તારો જેમ કે મેઈન બજાર, શક્તિચોક, રાજકમલ ચોક, જુની શાકમાર્કેટ, ઝાલા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ રહેતાં શહેરીજનોને હાલાકી પડી હતી. આ ઉપરાંત જિલ્લાના લીંબડી, ચુડા, સાયલા, મુળી, પાટડી તાલુકામાં પણ ધોધમાર વરસાદ પડયો હતો.
Read Also
- ઓરિસ્સામાં કૂતરાઓ સાથે કરાવવામાં આવ્યા બાળકોના લગ્ન, જાણો શું છે આ અંધશ્રદ્ધા પાછળની કહાણી…
- રેલવે એ આપી રાહત/દિલ્હીમાં આજ રાત 9 વાગ્યા સુધી ટ્રેન છુટી જવા પર મળશે પૂરું રિફંડ
- રાજ્યમાં ગણતંત્ર દિવસની ધુમધામ પૂર્વક ઉજવણી, સીએમ વિજય રૂપાણી સહિત આગેવાનો રહ્યા ઉપસ્થિત
- આ બેંક આપી રહી છે લાઇફટાઇમ free credit card, ઓછું વ્યાજ-મૂવી ડિસ્કાઉન્ટ સહિત થશે અનેક ફાયદા
- Hondaની આ બાઈક માટે ડાઉનપેમેન્ટની જરૂર નથી, 5 હજાર રૂપિયા સુધીની છૂટની પણ ઑફર