GSTV
Home » News » આ વખતે પોરબંદરમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ બતાવ્યું, હાઈ-વેની જુઓ કેવી થઈ હાલત

આ વખતે પોરબંદરમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ બતાવ્યું, હાઈ-વેની જુઓ કેવી થઈ હાલત

પોરબંદરના ગાંધવી સ્થિત આવેલ સુપ્રસિદ્ધ હરસિદ્ધી માતાજીના મંદિર સુધી વરસાદી પાણી પહોંચ્યા છે. મેંઢાક્રિક ડેમ ઓવરફલો થતા અને સમુદ્રમાં તોફાન હોવાના કારણે વરસાદી પાણી હર્ષદ ગામમાં ફરી વળ્યા છે.

મેંઢાક્રિક ડેમનું પાણી દરિયામાં ન જઇ શકતા પાણી હર્ષદ ગામમાં અને માતાજીના મંદિર સુધી પહોંચ્યા છે. મંદિરની બાજુમાં આવેલી દુકાનો જળમગ્ન બની છે અને દુકાનોમાં 4 થી 5 ફૂટ પાણી ભરાઇ ગયા છે.

પોરબંદરમાં 24 કલાકથી અવિરત વરસાદ, પોરબંદર-જામનગર હાઇવે પર અડધો ફુટ પાણી

કુતિયાણા અને ગ્રામ્ય પંથકમાં છેલ્લા 24 કલાકથી વરસાદ વરસી રહ્યો છે. જેથી હામદપરા ગામમાં એક મકાન ધરાશાયી થયું છે. સદનશીબે મકાન બંધ હાલતમાં હતું જેથી મોટી દુર્ઘટના ટળી હતી.

આ તરફ ભારે વરસાદને કારણે પોરબંદર તરફના જામનગર હાઇવે પર અડધો ફૂટ પાણી ભરાયા છે. મજીવાણા ગામ પાસે હાઇવે રોડ પર વરસાદના પાણી ભરાયા છે. હાઈવે પર પાણનાના વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મોટા વાહનો હાઈવે પરથી ધીમે-ધીમે પસાર થઈ રહ્યા છે.

કુતિયાણામાં છેલ્લા 24 કલાકથી વરસતા વરસાદને કારણે નદી-નાળા બેકાંઠે વહી રહ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના કારણે ઘેડ વિસ્તાર જળબંબાકાર થયો છે. ઘેડ વિસ્તારને જોડતા પસવારી પુલ પર પાણી ફરી વળ્યું છે. જેથી ઘેડના અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે.

Related posts

સરકારી મચ્છરદાનીને બારોબાર વેચવાનું કૌંભાડ, સ્થાનિક લોકોએ આરોગ્ય વિભાગ પર લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva

અમદાવાદની એસવીપી હોસ્પિટલને સરકારી હોસ્પિટલ સમકક્ષનો દરજ્જો મળ્યો

pratik shah

પંચામૃત ડેરીએ ફેટના ભાવમાં વધારો કરતા ખેડૂતોમાં ખુશી લહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!