GSTV

ખેડૂતો માટે સારા સમાચાર / ગુજરાતના આ વિસ્તારોને મેઘો ધમરોળશે, આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની આગાહી

Last Updated on July 11, 2021 by Dhruv Brahmbhatt

ગુજરાતમાં છેલ્લાં કેટલાક દિવસના વિરામ બાદ હવે આજથી ચોમાસું ફરી જામશે. આગામી 4 દિવસ દરમિયાન રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રવિવારે નવસારી-વલસાડ-બનાસકાંઠા-સાબરકાંઠા-અરવલ્લી-સુરત-વડોદરા-છોટા ઉદેપુર-નર્મદા-ભરૂચ-ડાંગ-અમરેલી-ગીર સોમનાથ તો સોમવારે નવસારી-વલસાડ-તાપી-સુરત-ડાંગ-અમેરેલી-ભાવનગર-અમદાવાદ-આણંદ-સાબરકાંઠા-બનાસકાંઠા-અરવલ્લી-વડોદરા-નર્મદા-ભરૂચ, મંગળવારે સુરત-નવસારી-વલસાડ-જુનાગઢ-ગીર સોમનાથ-અમદાવાદ-આણંદ-અરવલ્લી-મહીસાગર-નર્મદા-ભરૂચ-પોરબંદર-અમરેલી-બોટાદમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

સૌરાષ્ટ્ર

ગુજરાતમાં હજુ સુધી ૪.૯૦ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૧૪.૮૪% જ વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં ગત રોજ સરેરાશ મહત્તમ તાપમાન ૩૭.૯ અને હવામાં ભેજનું પ્રમાણ ૭૮% નોંધાયું હતું. અમદાવાદમાં આગામી ચાર દિવસ મધ્યમથી ભારે વરસાદ પડે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે પણ આગામી ૨૧ જુલાઇ સુધી અમદાવાદમાં મેઘરાજા મન મૂકીને વરસી શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

અમદાવાદીઓ ચેતજો! વેક્સિનના બંને ડોઝ લેનારા લોકોને પણ સકંજામાં લઇ રહ્યો છે કોરોના, આટલા જ દિવસમાં 30 દર્દીઓને ભરખી ગયો જીવલેણ વાયરસ

Bansari

મોટો ઘટસ્ફોટ / વેક્સિન લઇ લીધી એટલે નિશ્ચિંત ના થઇ જતાં, અમદાવાદના આ વિસ્તારોમાં સૌથી રસીકરણ છતાં રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા

Bansari

મોટા સમાચાર/ ગુજરાત શિક્ષણ બોર્ડે જાહેર કરી ગુજકેટના ફોર્મ ભરવાની તારીખ, જાણો ક્યારે લેવાશે પરીક્ષા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!