GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

ચાંદોદમાં નર્મદા નદીમાં આવ્યાં નવા નીર, નાવિકોને રોજગાર મળવાની આશા બંધાઇ

ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે  પાણીની આવક થતા ડભોઇ તાલુકાના તીર્થધામ ચાંદોદ ખાતેની નર્મદા નદીમાં નવા નીર આવ્યા છે. જેને કારણે અહીં નાવિકોને રોજગારી મળવાની આશા બંધાઈ છે. તો અહીં આવતા પ્રવાસીઓ પણ ખુશ છે. ગુજરાત અને મધ્યપ્રદેશમાં થયેલી શ્રીકાર વર્ષાને પગલે છોટા ઉદેપુર વિસ્તારમાંથી પસાર થતી ઓરસંગ નદીમાં વ્યાપક પ્રમાણમાં પાણીની આવક થતા ઓરસંગ નદી ચાલુ સીઝનમાં પ્રથમ વાર બે કાંઠે વહેતી જોવા મળી છે.

ઓરસંગ નદીનો  ધસમસતો પાણીનો પ્રવાહ  આગળ જઈ  ચાંદોદની નર્મદા નદીમાં ભેગો થાય છે. એટલે છેલ્લા બે વર્ષથી સુક્કી ભઠ નર્મદા નદીમાં નવા નીર આવ્યા છે. નર્મદાના મુખ્ય પ્રવાહ પર નિર્ભર એવા અને છેલ્લા બે વર્ષથી રોજગારીના પ્રશ્નથી પીડાતા નાવિક શ્રમજીવીઓમાં આનંદ છવાયો છે. ગુજરાતભરમાંથી નર્મદા સ્નાન અને વિધિ માટે ચાંદોદ આવતા શ્રદ્ધાળુઓ ખળખળ વહેતી નર્મદા નદી જોઈ ખુશ થઈ જાય છે.

Related posts

ભારત અને ચીન વિવાદ : બન્ને સેનાની વચ્ચે ડિવિઝનલ કમાન્ડર સ્તરની ચર્ચા, રાજનાથ સિંહે આપ્યું મોટું નિવેદન

Nilesh Jethva

ગુજરાત ભાજપના આ સાંસદને મળી જાનથી મારી નાખવાની ધમકી

Nilesh Jethva

100 વર્ષના આ દાદીમાં ખરા અર્થમાં છે આત્મનિર્ભર, પોતાની મહેનતથી જ ચલાવે છે ગુજરાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!