GSTV
Gujarat Government Advertisement

મેઘરાજા ફરીથી મુંબઇને ધમરોળશે, આજે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

mumbai rain

Last Updated on July 30, 2019 by

હવામાન વિભાગે મુંબઈમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે. મુંબઈમાં અત્યાર સુધીમાં સીઝનનો સૌથી સારો વરસાદ પડ્યો છે. જેથી ફરીવાર મેઘરાજા મુંબઈને ધમરોળી શકે છે. ગત દિવસે પડેલા ભારે વરસાદના કારણે પરેલ, કુર્લા, બ્રાંદ્રા, સાયન સહિતના વિસ્તારમાં પાણી ભરાયા હતા.

જેથી બીએમસીની પ્રી મોનસૂન કામગીરીની પોલ ખુલી હતી. ત્યારે હવામાન વિભાગે તાજેતરમાં કરેલી આગાહી બાદ લોકોને દરિયા કિનારના વિસ્તારથી દૂર રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. મહત્ત્વનું છે કે શુક્રવાર બપોર બાદ શરૂ થયેલા મેઘતાંડવની થપાટ મુંબઈ શહેર, પરાં વિસ્તાર અને નજીકના થાણે, કલ્યાણ, નવી મુંબઈ, ભીવંડી અને વિઠ્ઠલવાડી વગેરેને વાગી હતી.

શુક્રવારે બપોર બાદ શરૂ થયેલો વરસાદ શનિવારે વહેલી સવાર સુધી અનરાધાર વરસ્યો હતો. અતિ ભારે વરસાદ સાથે મેઘગર્જના અને વીજળીના પ્રચંડ કડાકા ભડાકા થતા હોવાથી સમગ્ર વાતાવરણ બિહામણું બની ગયું હતું. મુંબઈગરાંને ૧૪ વર્ષ પહેલાની ૨૬, જુલાઈ, ૨૦૦૫ના રોજ થયેલા ભારે જીવલેણ મેઘતાંડવની ડરામણી સ્મૃતિઓ તાજી થઈ હતી.

બીજી બાજુ, મુંબઈ નજીકના કલ્યાણ, ભીવંડી, થાણે, નવી મુંબઈ અને વિઠ્ઠલવાડી વગેરેમાં પણ શ્રીકાર વર્ષા થઈ હોવાના સમાચાર મળે છે. આ બધા વિસ્તારોમાં તો અસંખ્ય ઘર, દુકાનો, પેટ્રોલ પંપો અને હાઉસિંગ સોસાયટીઓમાં કમરડૂબ વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં.

પરિણામે હજારો પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયાં હતાં. બીજીબાજુ ગઈકાલે શુક્રવારે અને શનિવારે મહારાષ્ટ્રનાં નાશિક, સાતારા, કોલ્હાપુર, પુણે,પીંપરી-ચીંચવણ, મ્હાડ, રાયગઢ, રત્નાગિરિ રાજાપુર અને વાશીંદ વગેરેમાં પણ વરૂણ દેવની ભરપૂર કૃપા વરસી હતા. સાથોસાથ રાજ્યની નદીઓ, જળાશયો અને ડેમમાં પણ નવાં નીર છલકાયાં હોવાની માહિતી મળે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

WTC Final : ન્યૂઝિલેન્ડે ટોસ જીતીને ભારતને બેટિંગ માટે આપ્યું આમંત્રણ : પ્રથમ દિવસ વરસાદમાં ધોવાયો, ભારતે નથી કર્યો ટીમમાં ફેરફાર

Pritesh Mehta

ભાજપ કે મોદી, શાહ નહીં રાજસ્થાનમાં ચાલ્યું ‘વસુંધરા લાઓ’ અભિયાન : પડ્યા ભાગલા, પુનિયાએ કહ્યું પાર્ટીથી મોટો કોઈ નેતા નહીં

Dhruv Brahmbhatt

ઇન્ડિયા He છે કે She/ રાહુલ ગાંધીના એક ટ્વીટ પર શરૂ થઇ ગઈ ચર્ચા! કોનો તર્ક કેટલો સાચો?

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!