GSTV
Home » News » મુંબઇમાં આફતનો વરસાદઃ સ્કૂલ-ઓફિસ બંધ, અનેક ટ્રેનો રદ્, ઠેરઠેર પાણી ભરાયા

મુંબઇમાં આફતનો વરસાદઃ સ્કૂલ-ઓફિસ બંધ, અનેક ટ્રેનો રદ્, ઠેરઠેર પાણી ભરાયા

મહારાષ્ટ્રની રાજધાની મુંબઇ અને રાજ્યના બાકીના વિસ્તારોમાં છવાયેલા વાદળ આફત બનીને વરસી રહ્યાં છે. સતત થઇ રહેલા વરસાદના કારણે દેશની આર્થિક રાજધાનીની રફતાર જાણે કે રોકાઇ ગઇ છે. માર્ગોની સાથે સાથે હોસ્પિટલો અને રેલવે સ્ટેશન ઉપર પણ પાણી ભરાઇ ગયા છે. હવામાન ખાતા તરફથી મંગળવારે પણ ભારે વરસાદ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે.

આગોતરા પગલાંરૂપે સરકારે 2 જુલાઇએ તમામ સરકારી અને પ્રાઇવેટ સ્કૂલ-ઓફિસો બંધ રાખવાનું ફરમાન જારી કર્યું છે. બીએમસી તરફથી કહેવામાં આવ્યું છે કે બીજી જુલાઇએ તમામ સરકારી અને પ્રાઇવેટ સ્કૂલો બંધ રહેશે, તેમજ સરકારી અને ખાનગી ઓફિસોમાં પબ્લિક હોલિડે જાહેર કરવામાં આવ્યો છે.

ભારે વરસાદના કારણે પાણી ભરાઇ જતા વાહનવ્યવહારને પણ ભારે અસર થઇ છે. પાલઘર અને નાલાસોપારા રેલવે સ્ટેશન ઉપર વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઇ છે. સોંમવાર સવારથી પડી રહેલા ભારે વરસાદના કારણે રાયગઢમાં એક સરકારી હોસ્પિટલમાં પાણી ભરાઇ ગયા અને લોકોને અનેક હાલાકીનો સામનો કરવો પડ્યો.

મુંબઇ પોલીસે પણ ભારે વરસાદની આગાહીને જોતા લોકોને ઘરની બહાર નીકળતા પહેલાં હવામાન અંગેની અપડેટ્સ અંગે જાણકારી મેળવવાની તાકીદ કરી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ રેલવેએ કેટલીક લાંબા અને ટૂંકા અંતરની ટ્રેનો રદ્ કરી દીધી છે. રેલવે તરફથી લગભગ આઠ મુખ્ય ટ્રેનોને રદ્ કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે હવાઇ વ્યવહારને પણ અસર થઇ છે.

મુંબઈમાં સતત ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે. જેથી કિંગ્સ સર્કલ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રસ્તા પર પાણી ફરીવળતા વાહન વ્યવ્હારને અસર થઈ છે. કેટલાક વિસ્તારમાં ટ્રાફિક જામ થવાના કારણે વાહન ચાલકો અટવાયા હતા. તો આ તરફ સાંતાક્રૂઝમાં પણ વરસાદના કારણે પાણી ભરાયા. જેથી જનજીવન સહિત વાહન વ્યવહારને અસર પડી. રસ્તા પર વરસાદના પાણી ભરાયા. જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. મુંબઈમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડી કહ્યો છે. જેથી બીએમસીની પ્રિ મોનસૂન કામગીરીની પણ પોલ ખુલી છે.

READ ALSO

Related posts

હવામાન વિભાગની મોટી આગાહી : આ વખતે ગરબા રમવા છત્રી લઈને જ જજો, મેઘરાજા બનશે વિલન

Mayur

ગરબે ઘુમવા થનગનતા ખેલૈયાઓ માટે ખરાબ સમાચાર : આ વખતે પાર્ટી પ્લોટમાં નહીં યોજાઈ ગરબી…

Mayur

બ્રિટનમાં દાક્તરની કરવા માગતા લોકો માટે ખુશ ખબર, હવે નહીં આપવી પડે આ બે પરિક્ષાઓ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!