GSTV
Home » News » ભારે વરસાદના કારણે મુંબઇ-પૂણેમાં જુદાં જુદાં સ્થળે દીવાલો ધસી પડવાથી એક જ રાતમાં 23ના મોત

ભારે વરસાદના કારણે મુંબઇ-પૂણેમાં જુદાં જુદાં સ્થળે દીવાલો ધસી પડવાથી એક જ રાતમાં 23ના મોત

મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે જોરદાર તબાહીના સમાચાર છે. રિપોર્ટ અનુસાર મહારાષ્ટ્રમાં ગઇ રાતે ત્રણ સ્થળોએ દીવાલો ધસી પડવાની ઘટના બની છે. ત્રણેય દુર્ઘટનાઓમાં 21 જણા મૃત્યુ પામ્યાં છે.

દીવાલ ધસી પડવાના આ બનાવ મલાડ ઇસ્ટ, કલ્યાણ અને પૂણેમાં બન્યાં છે. મલાડ ઇસ્ટમાં દીવાલ તૂટી પડતા 14 જણા માર્યા ગયાના ખબર છે. કલ્યાણમાં 3 જણા દીવાલની ચપેટમાં આવીને માર્યા ગયા છે. જ્યારે પૂણેમાં સિંહગઢ કોલેજની દીવાલ તૂટી પડતા 6 લોકોના મૃત્યુ નીપજ્યાં છે. આ તમામ દુર્ઘટનાઓ મધરાતની આસપાસ થઇ છે.

દીવાલ તૂટી પડવાનો પહેલો બનાવ મલાડ ઇસ્ટના પિંપરીપાડામાં બન્યો જ્યાં 14 જણા મૃત્યુ પામ્યા અને બીજા કેટલાંક ઇજાગ્રસ્ત થયા. રિપોર્ટ અનુસાર હજુ પણ કેટલાંક લોકો કાટમાળમાં દબાયેલા હોવાની આશંકા છે. બીજો બનાવ રાતે સાડા બાર વાગ્યે કલ્ણાણ ખાતે નેશનલ ઉર્દુ હાઇસ્કૂલ કમ્પાઉન્ડની દીવાલ તૂટી પડવાનો બન્યો જેમાં દીવાલ પાસે રહેતા 3 જણા મૃત્યુ પામ્યાં. ત્રીજો બનાવ પૂણેના અમ્બેગાંવ ખાતે આવેલી સિંહગઢ કોલેજમાં બન્યો જ્યાં 6 જણા દીવાલ તૂટતા મૃત્યુ પામ્યા.

READ ALSO

Related posts

બુર્કિના ફાસોનાં ચર્ચમાં આતંકી હુમલામાં 24નાં મોત, હુમલાખોરોએ લોકો ઉપર અંધાધુંધ ગોળીઓ વરસાવી

Mansi Patel

FATFની બેઠક પહેલાં મસૂદ અઝહર લશ્કરની કેદમાંથી થઈ ગયો ગુમ, પાકે હાથ અદ્ધર કર્યા

Mansi Patel

ભારત આ મદદ નહીં કરે તો પાકિસ્તાનને ખાવાના પણ પડશે ફાંફા, મદદ માટે હાથ લંબાવ્યો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!