GSTV
Gujarat Government Advertisement

આ 3 રાજ્યોમાં વરસાદે વેર્યો વિનાશ: વિજળી પડતા ચારના મોત,11 ઘાયલ, અહીં ભારે વરસાદને પગલે હાઇ એલર્ટ

વરસાદ

Last Updated on September 7, 2020 by Bansari

દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેને પગલે પુરની સિૃથતિ ઉભી થઇ છે. કેરળ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં અતી ભારે વરસાદ પડતા તેને સંલગ્ન ઘટનાઓમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે અનેક મકાનોને પણ નુકસાન પહોંચ્યું છે.કેરળના બે જિલ્લામાં અતી ભારે વરસાદને પગલે હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અહીં છેલ્લા કેટલાક દિવસથી વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ ઉભી થઇ છે. જ્યારે દેશની રાજધાની દિલ્હીમાં 35.5 ડીગ્રી સુધી તાપમાન પહોંચી ગયું હતું અને ભેજ વાળુ વાતાવરણ રહ્યું હતું.

ક્યાંક ભુસ્ખલન તો ક્યાંક વીજળ પડવાની ઘટના

જમ્મુ કાશ્મીરમાં ઉધમપુર જિલ્લામાં સાત મકાન ધરાશાયી થઇ ગયા હતા. જેને પગલે નવ પરિવાર ઘર વિહોણા થઇ ગયા હતા અને તંબુ નાખીને રહેવા મજબુર થયા છે. અહીં મોટા પ્રમાણમાં ભુસ્ખલનની પણ ઘટના સામે આવી હતી.

બીજી તરફ ઉત્તર પ્રદેશમાં સંત કબિરનગર વિસ્તારમાં વિજળી પડવાની ઘટના સામે આવી છે જેને પગલે બે લોકો માર્યા ગયા હતા અને છ ઘવાયા છે. જ્યારે મહારાષ્ટ્રમાં પણ પાલઘરમાં વિજળી પડી હતી જેને કારણે બે લોકો માર્યા ગયા હતા અને પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં માર્યા ગયેલા ચારેયની ઉંમર 30 વર્ષથી ઓછી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

લંપટ ગુરૂ/ એક જ પરિવારની 3 સહિત 4 મહિલાઓ પર બળાત્કાર, આ કારણે આધ્યાત્મિક ગુરૂનો ભેદ ખૂલ્યો

Dhruv Brahmbhatt

ભરૂચ/ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં આગનો મામલો, નિવૃત જસ્ટિસ ડી એ મહેતાના તપાસ પંચની રચના

pratik shah

વિદ્યાર્થીઓ માટે ખુશખબર / કોલેજમાં પસંદગીના વિષય તરીકે UGCએ NCC લેવાની મંજૂરી આપી

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!