GSTV
Home » News » ભારે વરસાદથી જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના ઉભા પાક પર પાણી ફરી વળ્યા

ભારે વરસાદથી જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના ઉભા પાક પર પાણી ફરી વળ્યા

સમગ્ર સૌરાષ્ટ્રને મેઘરાજાએ ધમધોળી નાખ્યુ. જ્યાં જુઓ ત્યાં પાણી પાણી કરી નાખ્યુ. કેટલાય ગામો બેટમાં ફેરવાયા. તો ઘણા ગામોમાં ખેતીની જમીન ધોવાઇ ગઇ.

વાત કરીએ માણાવદર તાલુકાની તો આંબલીયામાં ઓઝત નદી ફરી વળી. પાણીના મારના કારણે 350 ફુટ લાંબી તોતીંગ દિવાલ ધરાશાયી થઇ ગઇ. જેના કારણે સ્થિતી એવી સર્જાઇ કે ઉભા પાક પર પાણી ફરી વળ્યાં. જેના કારણે ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે. ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગની સાથે ખેતરોમાં ભરેલા પાણીને લઇને પાણીનો નિકાલ થાય તેવી માંગ કરી છે.

માણાવદર તાલુકાના આંબલીયા, ઇન્દ્રાણા, ઓસા, પાદરડી ગામમાં પણ ખેડુતોની આવી જ વ્યથા છે. વરસાદ બંધ થયાના 5 દિવસ બાદ પણ આ જ સ્થિતી હોવાથી ખેડૂતોએ વ્યથા વ્યકત કરી કે કોઇપણ સરકારી બાબુ અહીં આશ્વાસન આપવા સિવાય આવ્યા નથી.

જૂનાગઢ પંથકમાં પડેલા ભારે વરસાદથી ખેડૂતોની જમીનનું તો ધોવાણ થયું જ છે. વીજ થાંભલાઓ મીટર સાથે તૂટી ગયા છે. સાથો-સાથ જમીનનું એટલી હદે ધોવાણ થયું છે આ વર્ષે શું આવતા વર્ષે પણ ખેડૂતો પોતાની જમીનની ઠીક કરી શકશે કે કેમ તે સવાલ છે.

Related posts

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!