GSTV

રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ, કયા-કયા વિસ્તારો થયા જળબંબાકાર

Last Updated on September 27, 2021 by Dhruv Brahmbhatt

રાજ્યમાં હજુ આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. એમાંય તારીખ 28 અને 29 ના રોજ ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે આજે રાજ્યના અનેક વિસ્તારોમાં તડામાર વરસાદ વરસવાનો શરૂ થઇ ગયો છે. રાજ્યમાં રાજકોટ, પાટણ, સુરેન્દ્રનગર, ધોરાજી, કડા, અમરેલી, ગોંડલ, મહેસાણા, વિરમગામ તેમજ અમદાવાદમાં પણ વરસાદે રેલમછેલ કરી નાખી છે.

ahmedabad-rain

નોંધનીય છે કે, આજ રોજ અમદાવાદમાં મેઘરાજા મન મૂકીને વરસ્યાં છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં મેઘરાજાએ એવી ધમાકેદાર બેટિંગ કરી કે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયાં. શહેરના પશ્ચિમ વિસ્તારો જેવાં કે SG હાઇવે, બોપલ, વસ્ત્રાપુર, બોડકદેવ, શિવરંજની ચાર રસ્તા, ઇસ્કોન ચાર રસ્તા તેમજ ગોતા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઇ જતા વાહનચાલકો પરેશાન થઇ ગયાં છે. સતત ભારે વરસાદના કારણે કેટલાંક વિસ્તારોમાં તો પાણી ભરાઇ જતા વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

આજ રોજ રાજ્યના કયા-કયા વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા?

રાજકોટમાં મેઘરાજાએ જમાવટ કરતા નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

રાજકોટમાં ફરી વાર મેઘરાજાએ જમાવટ કરી છે. વરસાદના કારણે શહેરના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. તો બીજી તરફ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.

પાટણમાં તડામાર વરસાદ

પાટણના શંખેશ્વરમાં પણ મેઘરાજાનું આગમન થયુ છે. શંખેશ્વર ઉપરાંત બોલેરા, રણોદ, કુવારદ અને પાડલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વરસાદના કારણે ખેડૂતોના પાકને પણ નવજીવન મળ્યું છે.

પાટણ શહેર સહિત આસપાસના પંથકમાં ભાદરવે ચોમાસું જામ્યું. પાટણ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ગાજવીજ સાથે વરસાદ પડતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદને લઈ સિદ્ધપુર એસ.ટી ડેપો તેમજ નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે. સાર્વત્રિક વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

પાટણ

પાટણ જિલ્લામાં સવારથી મેઘરાજાનું આગમન થયું છે. ત્યારે હારીજ પંથકમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. હારીજમાં વરસાદના કારણે કેટલાક વિસ્તારમાં પાણી પણ ભરાયા હતાં.

સુરેન્દ્રનગરમાં પણ વરસાદ

સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં આવેલા પલટા બાદ વરસાદ પડ્યો છે. સુરેન્દ્રનગરના વઢવાણ, લીંબડી, લખતર, ચુડા, મુળી, પાટડી અને ધ્રાંગધ્રા સહિતના તાલુકાઓમાં પણ વરસાદ પડ્યો છે. વરસાદના કારણે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

મહેસાણા જિલ્લામાં વહેલી સવારથી જ સાર્વત્રિક વરસાદ

મહેસાણા જિલ્લાના કડીમાં ધોધમાર વરસાદના કારણે થોળ અંડર બ્રિજ પાણીમાં ગરકાવ થયો. સતત વરસાદના કારણે બ્રિજમાં પાણી ભરાયું જેથી બ્રિજને બંધ કરવામાં આવ્યો. કડીમાં ચાર ઈંચમાં આશરે બે ઈંચ વરસાદ પડતા શહેરના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતાં.

મહેસાણા જિલ્લામાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ શરૂ થયો છે.મહેસાણા જિલ્લામાં સવારે 10 વાગ્યા સુધી 2 ઈંચ વરસાદ પડ્યો હતો જ્યારે કડીમાં 2 ઈંચ વરસાદ નોંધવામાં આવ્યો હતો. ખેરાલુમાં 1 ઈંચ, વડનગરમાં 1 ઈંચ વરસાદ નોંધવામાં આવ્યો હતો. મહેસાણાના ઉંઝા જોટાણા, બેચરાજી સતલાસણામાં પણ વરસાદી ઝાપટાં પડ્યા હતાં.

રાજુલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ

અમરેલી જિલ્લામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જેથી રાજુલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. રાજુલાના છતડીયા, હિંડોરણા અને કડિયાળી સહિત આસપાસના ગામોમાં વરસાદ પડ્યો. વધારે વરસાદ પડતા તલ,કપાસ અને બાજરી સહિતના પાકને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે.

ગોંડલમાં મેઘરાજાના ધમાકેદાર આગમનથી કેટલાંક વિસ્તારમાં અંધારપટ છવાઇ ગયો

ગોંડલમાં પણ ફરી વાર મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. ભારે પવન અને ગાજવીજ સાથે પડેલા વરસાદના કારણે કેટલાંક વિસ્તારમાં અંધારપટ છવાઇ ગયો. તો બીજી તરફ વરસાદના કારણે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ

વિરમગામમાં વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને લઈ વિરમગામના ગોલવાડી દરવાજા, ભરવાડી દરવાજામાં કેડસમા પાણી ભરાયા હતાં. રોડરસ્તા પાણીમાં ગરકાવ થતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સાર્વત્રિક વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.

rain

ધોરાજીમાં વરસાદે કરી ધમાકેદાર બેટિંગ

ધોરાજીમાં પણ ધોધમાર વરસાદ પડ્યો. ભારે વરસાદના કારણે શહેરના મુખ્યમાર્ગ નદીમાં ફેરવાયો હતો. તો બીજી તરફ ખેડૂતો હવે મેઘરાજાને ખમૈયા કરવા વિનંતી કરી રહ્યાં છે. ખેડૂતોનું કહેવું છે કે, વધારે વરસાદના કારણે કપાસ સહિતનો પાક નિષ્ફળ જવાની ભીતી સેવાઈ રહી છે.

READ ALSO :

Related posts

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

‘આજે સાચુ બોલવાની કોઈ હિમ્મત નથી કરી રહ્યા’, રાજકારણ હવે વેપાર: સત્યપાલ મલિક કોના પર સાધી રહ્યા છે નિશાન

Zainul Ansari

હતા ત્યાં ને ત્યાં / કિસાન સૂર્યોદય યોજનાનું સુરસુરિયું, ખેડૂતોને ફરી રાત ઉજાગરા કરવાનો વારો આવ્યો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!