ગીર સોમનાથના સુત્રાપાડા અને કોડીનારમાં રાતેભર વરસેલો વરસાદ પરેશાની લઈને આવ્યો છે.સુત્રાપાડાનું ખેરાગામ બેટમાં ફેરવાયુ છે.ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે.તો કોડીનારના છારા, ગોહિલ ખાન, પીપળી, અરણેજ સહિતના ગામો બેટમાં ફેરવાયા છે.
કલેકટરે એન્ડીઆરાએફની ટીમ બોલાવી દીધી છે.અને જરૂર જણાય ત્યાં ટીમ રવાના કરવાની પણ તૈયારી કરી છે. ગીરગઢડાના શનવાવ આલીદર રોડ પર નવનિર્મિત પુલ ધોવાયો છે. પુલ માં 10ને બદલે 6ની સાઈઝનો પાઇપ નાખવામાં આવતા રૂપેણ નદીનું પાણી ખેતરોમાં ઘુસ્યું હતું. ભારે વરસાદ ના પગલે આખો પુલ ધોવાયો છે.