GSTV
Home » News » સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન, નદી અને ડેમમાં ધરખમ આવક

સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન, નદી અને ડેમમાં ધરખમ આવક

રાજ્યમાં મેઘ મહેર બાદ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વલસાડ,વાપી અને વ્યારામાં આગામી 12 કલાકમાં ભારે વરસાદ પડી શકે છે. જેથી વહીવટી તંત્રને એલર્ટ રહેવાના આદેશ આપવામાં આવ્યા છે.

વલસાડ

રાજ્યમાં સવારથી મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. સવારથી રાજ્યના 22 તાલુકમાં વરસાદ પડ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો. વલસાડના કપરાડામાં પાંચ ઈંચ જેટલો વરસાદ પડ્યો.. જ્યારે વાપીમાં પોણા પાંચ, નવસારીના ખેરગામમાં ચાર, અને ધરમપુરમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ પ઼ડ્યો છે.

ગોળધા ડેમ ઓવરફ્લો

સુરત જિલ્લા માંડવી તાલુકાના ગોળધા ગામે આવેલો ગોળધા ડેમ ઓવરફ્લો થતા ડેમમાં પાણીની આવક થઇ છે. ડેમમાં પાણીની આવતા થતા સ્થાનિક ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. ઉનાળાના સમયે ડેમ સુકાઈ જતા ખેડૂતોને મુશ્કેલી થઈ હતી. પરંતુ હવે ડેમમાં નવાનીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

સુરતમાં વરસાદના કારણે ઠંડક પ્રસરી

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે સુરતમાં ઝરમર વરસાદનો આરંભ થયો હતો. કાળા ડિબાંગ વાદળો વચ્ચે ઝરમર વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. વાવણી લાયક વરસાદે ખેડૂતોને ખુશ કરી દીઘા.

Gujarat rain

માંડવી અને મહુવામાં વાતાવરણમાં પલટો

સુરત જિલ્લામાં ફરી વરસાદ શરૂ થયો છે. ગત સાંજથી વિરામ બાદ જિલ્લાના બારડોલી પલસાણા માંડવી મહુવા સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ થતા વાતાવરણમાં જોરદાર પલ્ટો આવ્યો હતો. જિલ્લામાં વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી સાથે વાવણીની તૈયારી કરી છે.

વાપીમાં મેઘમહેર

વાપીમાં મેઘમહેર થઇ છે. ધોધમાર વરસાદ વરસી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. વરસાદને પગલે ગરમીના ઉકળાટથી લોકોને રાહત મળી હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ગણદેવીની અંબિકા નદીમાં નવા નીર આવ્યા

ગણદેવીની અંબિકા નદી પર આવેલા દેવધા ડેમમાં પાણીની ધરખમ આવક થઈ હતી. ડેમમાં પાણીનો સતત વધારો થતા 15 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા હતા. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.

કપરાડા તાલુકામાં જોરદાર વરસાદ

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં જોરદાર વરસાદ ખાબકતા નદી નાળા છલકાયા હતા. કપરાડાના કરચોડ ગામ નજીકની તુલસી નદી કોઝવે પર પાણી ફરી વળ્યા હતા. તુલસી નદી જિલ્લાની મુખ્ય નદી દમણગંગા નદીને મળે છે. કોઝવે પર પાણી ફરી વળતા કરચોડ, કેતકી અને ઉમળી ગામનો સંપર્ક કપાયો છે.

વોટર વર્કર્સનો ભાટ ડેમ ઓવરફ્લો

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે વોટર વર્કર્સનો ભાટ ડેમ ઓવરફ્લો થયો હતો. આ ડેમમાં બે દિવસ પહેલા પાણી નહોતુ.. પરંતુ ઉપરવારમાં પડેલા વરસાદના કારણે ડેમમાં નવા નીર આવ્યા છે. ડેમમાં પાણી આવતાની સાથે વલસાડમાં પીવાના પાણીની સમસ્યાનું નિવારણ આવશે. તો આ તરફ વલસાડના નેશનલ હાઈવે નંબર 48 પર ધોધમાર વરસાદ પડ્યો. વરસાદના કારણે વાહન વ્યવ્હારને અસર પડી હતી. હાઈવે પર વરસાદના પાણી ભરાવાતા વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો હતો.

ઉમરગામમાં નદી નાળા છલકાયા

ઉમરગામ સહિતના પંથકમાં ભારે વરસાદના કારણે નદી નાળા છલકાયા હતા. ઉમરગામમાં વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. જેથી નદીમાં નવા નીરની આવક થઈ છે. ત્યારે વાવણી લાયક વરસાદના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે.

વેરાવળ પંથકમાં મેઘરાજાએ એન્ટ્રી

તો આ તરફ વેરાવળ પંથકમાં મેઘરાજાએ એન્ટ્રી કરી છે. સવારથી વેરાવળના ગ્રામ્ય વિસ્તારમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. જેથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે.

સંજાણ રેલવે સ્ટેશન પર રહીશોનો હોબાળો

સંજાણ રેલવે સ્ટેશન પર બુનાટપાડાના રહીશોએ હોબાળો મચાવ્યો છે. ભારે વરસાદને પગલે અમદાવાદ –મુંબઇ રેલવે લાઇન પર પાણી ભરાયા છે. વરસાદી પાણી નિચાણવાળા વિસ્તારોમાં ધુસી જતા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

READ ALSO

Related posts

દક્ષિણ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ રામ ભરોસે, કેન્સર પીડિત મહીલાની આવી થઈ હાલત

Nilesh Jethva

રાજકોટમાં આરોગ્ય વિભાગે મેળામાં મોટાપાયે ચેકિંગની કાર્યવાહી હાથ ધરી

Mansi Patel

અમદાવાદમાં આવેલુ એનેક્સી સર્કિટ હાઉસ આ કારણે બનશે ભૂતકાળ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!