GSTV
Dwarka Trending ગુજરાત

દેવભૂમી દ્રારકાના આ ગામમાં આભ ફાટ્યું, એક કલાકમાં મૂશળધાર વરસાદથી ભેંસો તણાઈ

દેવભૂમી દ્વારકા જિલ્લાનાં કલ્યાણપુર તાલુકાનાં મોટા આસોટામાં આભ ફાટ્યું છે..એક કલાક સતત મૂશળધાર વરસાદ વરસ્યો છે. જેને લઇને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામની બજારોમાં રસ્તા પર નદી વહેતી થઈ છે. જેમાં વાહનો અને ખેડૂતના ગાડા પણ તણાયા છે. તો વરસાદને પગલે પશુને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભેંસો તણાઇને બીજી જગ્યાએ પહોંચી ગઇ છે..તો વરસાદથી મિલકતને નુકસાન પણ થયું છે. આહિર સમાજની વાડીની દિવાલ ધરાશાયી થઇ છે. તો ગામની દુકાનોમાં પાણી ભરાવાથી દુકાનમાં રહેલો માલ ભીનો થયો છે.

READ ALSO

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda
GSTV