GSTV

દિલ્હી-એનસીઆરમાં વરસાદને પગલે વતાવરણ બન્યુ અહલાદક, કેટલાંક વિસ્તારોમાં ભરાયા પાણી

Last Updated on July 21, 2019 by Mansi Patel

દિલ્હી-એનસીઆરમાં છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા વરસાદના કારણે આહલાદક વાતાવરણ જોવા મળ્યું છે. આ સાથે જ દિલ્હીમાં પ્રદૂષણમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

વરસાદના કારણે લોકોને ગરમી અને ઉકળાટમાંથી પણ રાહત મળી છે. રવિવારે પણ દિલ્હી-એનસીઆરના અનેક વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું હતુ.

કેટલાક સ્થળોએ ભારે વરસાદ પણ વરસ્યો હતો. જેના કારણે દિલ્હી સહિત એનસીઆરના કેટલાક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા જોવા મળી હતી.

આઇટીઓ વિસ્તારમાં માર્ગો પર વરસાદી પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા. અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ટ્રાફિક પોલીસે ટ્વિટ કરીને માહિતી આપી હતી.

સાગરપુરથી પંખા રોડ સુધી તેમજ મંડી હાઉસથી સિકંદરા રોડ સુધી માર્ગો પર પાણી ભરાવવાની સમસ્યા જોવા મળી હતી.  હવામાન વિભાગે દિલ્હીના જુદા જુદા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

READ ALSO

Related posts

તાલિબાની આતંક: અફઘાનિસ્તાનમાં આવેલા સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય પરિસર પર હુમલો, એક ગાર્ડનું મોત

Pravin Makwana

ટોક્યો 2020: ભારતીય મહિલા હૉકી ટીમે દેશવાસીઓને આશા જગાડી, આફ્રિકાને હરાવી ક્વાર્ટર ફાઈનલમાં મળી શકે છે જગ્યા

Pravin Makwana

જાહેરનામુ/ ડ્રોન કેમેરા ઉડાડતા પહેલાં હવે ફરજિયાતપણે લેવી પડશે પોલીસની મંજૂરી, આ નિયમોનું પાલન નહીં કરો તો ભરાશો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!