GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

કાળા ડિબાંગ વાદળોથી અમદાવાદમાં છવાયો અંધકાર, વરસાદે હોરર ફિલ્મની જેમ મારી એન્ટ્રી

અમદાવાદમાં ફરી એક વખત મેઘરાજાએ ધમાકેદાર આગમન કર્યું છે. સમગ્ર રાત્રિ દરમ્યાન ધીમી-ધારે વરસ્યા બાદ સવારથી જ અમદાવાદ પર મેઘરાજા જાણે કે મન મુકીને વરસી પડ્યા. શહેરના એસજી હાઈવે, સેટેલાઈટ, જોધપુર, રાણીપ, ગોતા, શિવરંજની, વટવા, જીવરાજ પાર્ક, વેજલપુર, મણિનગર, રામોલ, સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો.

સમગ્ર અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે ભારે અંધકાર છવાયો. જેના કારણે વાહનચાલકો દિવસે પણ હેડલાઇટ ચાલુ રાખવા મજબૂર બન્યા. ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ. મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળતા શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. બીજી તરફ વાસણા બેરેજની સપાટી ૧૩૦ ફૂટ પર પહોંચી છે અને બેરેજના ત્રણ ગેટ ખોલાયા છે.

48 કલાક સુધી હજુ ભારે વરસાદની આગાહી

રાજ્યભરમાં મેઘરાજાએ પૂરતી મહેર વરસાવી છે. જોકે હવામાન વિભાગે આગામી 48 કલાક સુધી હજુ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, વલસાડ, પંચમહાલ અને દાહોદ, સુરત, વડોદરા અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તરગુજરાત અને સૌરાષ્ટ્રમાં દિવસભર સામાન્ય વરસાદ વરસે તેવી આગાહી કરાઈ છે.

મહેસાણા

મહેસાણા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. મહેસાણામાં સતત વરસાદ વર્ષી રહ્યો છે. ત્યારે સોમવારે પણ વરસાદ યથાવત રહેતા લોકોને અસહ્ય ઉકળાટથી રાહત મળી હતી.

વડોદરા

વડોદરા શહેરમાં ફરી એક વખત મેઘસવારી આવી પહોંચી છે અને શહેરમાં રતાભર વરસાદ વરસ્યો હતો.જેથી લોકોએ હાલાકી વેઠવી પડી હતી. ભારે વરસાદના કારણે એમ.જી. રોડ, રાવપુરા, દાંડિયા બજાર, અલકાપુરી, આજવા રોડ, કારેલી બાગ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્રણ ઈંચથી વધુ વરસાદ વરસવાના કારણે લોકોએ પરેશાની વેઠવી પડી છે. જનજીવન અસ્ત વ્યસ્ત થયુ છે.

અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં રાતભર સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં મોડાસા મેઘરજમાં બે ઈંચ વરસાદ વરસ્યો છે. ધનસુરામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ભિલોડા અને માલપુરમાં એક ઈંચ વરસાદ વરસ્યો છે. બાયડમાં પણ આજે સવારતી વરસાદ વરસી રહ્યો છે.

સુરત

સુરતમાં આજે ફરી એક વખત મેઘમહેર જોવા મળી રહી છે. સમગ્ર જિલલામાં વરસાદી માહોલ જામ્યો છે..જિલ્લાના બારડોલી, કામરેજ, માંડવી સહિતના તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. બારડોલી પંથકમાં છેલ્લા 24 કલાકમાં ચાર ઈંચથીવ ધુવ રસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. બારડોલીના સુગર મીલ નજીક આવેલ રેલવે અંડરપાસમાં પાણી ભરાયા છે. તો મુખ્ય બજારોમાં પણ પાણી ભરાયા છે.

વલસાડ

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સતત નવમા દિવસે મેઘમહેર જોવા મળી રહી છે. તાલુકાના તમામ ચેકડેમ અને નદીનાળા છલકાયા છે. સતત વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળતા રસ્તાઓ ધોવાયા છે. જેથી વાહનચાલકોએ પરેશાની વેઠવી પડી રહી છે.

છોટાઉદેપુર

છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં બોડેલી, સંખેડામાં ત્રણ ઈંચથી વધુ, નસવાડીમાં પોણા બે ઈંચની આસપાસ વરસાદ વરસ્યો  છે. ભારે વરસાદના કારણે લોકોએ હાલાકી વેઠવાનો વારો વ્યો છે. રસ્તોઆ ધોવાયા છે.

Read Also

Related posts

સુરત/ માછલીનો કાંટો ગળામાં ફસાઈ જતાં યુવકનું વિચિત્ર રીતે થયું મોત, 3 સંતાનોએ ગુમાવી પિતાની છત્રછાયા

Pankaj Ramani

ભારે વાહનોને બેફામ પરવાનગી, નિર્દોષ નાગરિકોના મોત, છતા ટ્રાફિક વિભાગ ફક્ત મેમો આપવામા મસ્ત!

Kaushal Pancholi

સુરત/ જેબી બ્રધર હીરા કંપનીના પૂર્વ રત્નકલાકારોના ધરણા, ગ્રેજ્યુઈટીને લઈ શ્રમ વિભાગ કચેરીએ માંડ્યો મોર્ચો

Pankaj Ramani
GSTV