GSTV
Gujarat Government Advertisement

રાજ્યમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Last Updated on June 28, 2019 by

રાજ્યમાં ચોમાસાના વરસાદના પહેલા રાઉન્ડની શરૂઆત થઇ છે. આગામી 2 દિવસમાં રાજયભરમાં સારો વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ સારો વરસાદ પડી શકે છે. આ સમય દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે.

ત્રણથી પાંચ જુલાઈ દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ પડશે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી છે. મધ્ય પ્રદેશ પર સાયકલોન સિસ્ટમ સક્રિય થઈ છે. જેની ગુજરાતમાં અસર વર્તાઇ રહી છે. આવનારા 24 કલાકમાં અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરાઇ છે. અમદાવાદ શહેરમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. ત્રણથી પાંચ જુલાઈ દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ પડશે. જૂન મહિના દરમિયાન અત્યાર સુધીમાં દસ ટકા વરસાદ થયો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ફ્લાઈંગ શીખ મિલ્ખા સિંહની કોવિડ19થી 91 વર્ષની ઉંમરમાં મોત, 5 દિવસ પહેલા પત્નિનું પણ થયું હતું મોત

Harshad Patel

મહામારી/ કોરોના સાથે લાંબી લડાઈ પછી આ દેશોના લોકોને માસ્કથી પણ મળી આઝાદી, જુઓ પુરી લિસ્ટ

Damini Patel

ખુશખબર/ સરકારી કર્મચારીઓના પગારમાં થશે આટલા ગણો વધારો, 1 જુલાઇથી લાગુ થશે આ નવા નિયમ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!