GSTV
Home » News » ગુજરાતમાં હજુ ભારે વરસાદની આગાહી, આ બે દિવસો રહેશે ભારે

ગુજરાતમાં હજુ ભારે વરસાદની આગાહી, આ બે દિવસો રહેશે ભારે

આજે આગાહી પ્રમાણે અમદાવાદ સહિત ગુજરાતના કેટલાંક ભાગોમાં વરસાદ પડ્યો હતો. જો કે હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદની આગાહી કરાઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર – દ.ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ૨૮ અને ૨૯ ઓગષ્ટે સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાં ભારે વરસાદ વરસે તેવી શક્યતા જણાવવામાં આવી છે.

દ.ગુજરાતમાં સુરત સહિત વલસાડ, નવસારી, સુરત અને ડાંગમાં પણ વરસાદ પડશે. જ્યારે બીજી બાજુ ભાવનગર, બોટાદ અને દાહોદ માટે પણ વરસાદની આગાહી થઈ છે.

અમદાવાદમાં વરસાદ

અમદાવાદના અનેક વિસ્તારમાં વરાસદી ઝાપટા પડ્યા છે. શહેરના ઈસ્કોન ચાર રસ્તા, ઉસ્માનપુરા, વિજય ચાર રસ્તા, યુનિવર્સિટી વિસ્તારમાં વરસાદી ઝાપટાં  પડ્યા. આ ઉપરાંત નહેરુનગર અને બોપલમાં વરસાદી ઝાપટાં  પડ્યા છે.  જ્યારે કે, વેજલપુર, શ્યામલ અને સૂરધારા સર્કલ પાસે ઝરમર વરસાદ પડ્યો છે.

વડોદરામાં ધીમી ધારે વરસ્યો

વડોદરામાં ધીમીધારે વરસાદે પુનઃ આગમન કર્યુ હતું. દિવસભરના ઉકળાટ બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. અને કાળા ડિબાંગ વાદળોથી આકાશ ભરાઈ ગયું હતું. અને વરસાદે પધરામણી કરી હતી. જે બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી..અચાનક આવેલા વરસાદથી રાહદારીઓ તેમજ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.

અરવલ્લીમાં પણ મેઘરાજા પધાર્યા

તો અરવલ્લીના મોડાસામાં પવન સાથે વરસાદ શરૂ થયો હતો. થોડા વિરામ બાદ વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસેલા વરસાદથી રસ્તા પર અંધારપટ છવાયો હતો. જેથી વાહન ચાલકોને લાઇટ ચાલુ કરવાની ફરજ પડી હતી.

નસવાડીમાં બપોર પછી વરસાદ

નસવાડી તાલુકામાં ધીમીધારે વરસાદ થયો હતો. બપોર બાદ વરસાદ શરૂ થયો હતો.ધીમી ધારે પડતા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

આણંદમાં ઝરમરિયો વરસાદ

આણંદના વિદ્યાનગરમાં ઝરમર ઝરમર વરસાદ ખાબક્યો હતો. વરસાદી ઝાપટાને કારણે સોસાયટીઓમાં ઘુંટણસમ પાણી ભરાયા હતા. તો સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદને કારણે લોકોએ ઘરમાં જ પુરાઇ રહેવાનું મુનાસીબ સમજ્યું હતું.

વિરમગામમાં પણ આગમન

વિરમગામ સહિત સમગ્ર પંથકમાં મેઘરાજાનું આગમન થયું છે. વિરમગામમાં પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદના પાણી જાહેર માર્ગો પર ફરી વળતા અનેક લોકો વરસાદમાં ભીંજાયા હતા. વરસાદના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે.

Related posts

સિહોર : ધોરણ 1માં અભ્યાસ કરતી બાળકીની નજીવી ભૂલ થતા શિક્ષકે એટલો માર માર્યો કે હોસ્પિટલ ખસેડવી પડી

Mayur

લગ્નની લાલચમાં તરૂણીને ફોસલાવી બળાત્કાર કર્યાનો કેસ થયો તો તમે મર્યા, સુરતમાં બે યુવાનોને થઈ 10 વર્ષની કેદ : આ છે કાયદો

Bansari

દિલ્હી હિંસાએ ભારતની છબી ખરડી, હવે મોદી સરકારના આ કાયદા સામે વિશ્વના ટોપના દેશમાં ઉઠ્યા સવાલ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!