GSTV
Home » News » આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી, મુવાડા ગામનું તળાવ ઓવરફ્લો થતા વહિવટી તંત્ર થયું દોડતુ

આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી, મુવાડા ગામનું તળાવ ઓવરફ્લો થતા વહિવટી તંત્ર થયું દોડતુ

રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી કરી છે. 29 ઓગસ્ટના રોજ ફરી એક લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.

અમીરગઢ પંથકમાં ફરીથી વરસાદનું આગમન

અમીરગઢ પંથકમાં ફરીથી વરસાદનું આગમન થયુ છે. વિરમપુર વિસ્તારમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તા સહીત નદી-નાળા છલકાઇ ગયા હતા. વાતાવરણમાં ભારે ઉકળાટ બાદ વરસાદનું આગમન થતા ઠંકડ પ્રસરી ગઇ હતી. વિરામ બાદ વરસાદના આગમને ખેડૂતો ખુશ કરી દીધા હતા.

નસવાડીમાં 50 જેટલાં લોકો ફસાયા

નસવાડી તાલુકાના ગઢબોરિયદ લો લેવલ કોજવે પર અશ્વિન નદીનું પાણી ફરી વળતા 50 જેટલાં લોકો બીજી બાજુ જઈ શક્યા નહોતા. આ રસ્તો 100 જેટલા ગામોને જોડતો રસ્તો છે. અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર કોઈ પગલાં લેતું નથી. તેવું લોકો જણાવી રહ્યાં છે.

જાફરાબાદમાં પણ મેઘરાજાની એન્ટ્રી

જાફરાબાદમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઇ હતી. જાફરાબાદના હેમાળ, લોર, ફાચરિયા ગામે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. જો કે બફારા બાદ વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

વેરાવળ તાલુકામાં અમી છાંટણા

ગીર સોમનાથના વેરાવળ તાલુકાના ગ્રામ્યવિસ્તારોમા લાબા વિરામબાદ ઘીમીધારે વરસાદ શરૂ થયો હતો. વરસાદના અભાવના પગલે મગફળી, સોયાબીન, કપાસ જેવા પાકો સુકાતા હતા. પીયત આપવાના સમયે વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ થયા છે. શહેરી વિસ્તારમાં અમી છાંટણા વરસ્યા હતા.

ભાખરવડ ડેમ ઓવરફ્લો

ગીર પંથકમાં ઉપરવાસમાં સારો વરસાદ થતાં મેધલ નદીમાં નવા નીરની આવક થઇ છે. જયારે નદી ઉપરનો ભાખરવડ ડેમ ઓવરફ્લો થયો છે. ભાખરવડ ડેમ ઓવરફ્લો થવાથી ખેડુતોને તેમના ખાલીખમ કુવામાં નવા પાણીની આવક થવાની આશા બંધાઇ છે. તો ગીર પંથકના ઉપરવાસમાં વરસાદ થતાં વડાળા ગામનો ધોધ છલકાઇ ગયો છે. તેને જોવા પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. યુવાનો આ ધોધમાં બેસીને સેલ્ફી લઇને પોતાનો જીવ જોખમમાં મુકી રહ્યા છે.

મુવાડા ગામનું તળાવ ઓવરફ્લો

સાબરકાંઠા જીલ્લાના તલોદના જેઠાજીના મુવાડા ગામનું તળાવ ઓવરફ્લો થતા વહિવટી તંત્ર દોડતુ થયું છે. સ્થાનિકોને રસ્તો પાર ન કરવા જણાવવામાં આવ્યુ છે. ગામના 25 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ શક્યા નહોતા. ભારે વરસાદમાં દર વખતે તળાવ ઓવરફ્લો થાય છે.

READ ALSO

Related posts

તીડના આતંકને નાથવા માટે રાજસ્થાનની ટીમ પણ જોડાય, ભગાવવા માટે ઢોલ-થાળીનો ઉપયોગ કરવા સૂચન

Mayur

સાડી ખરીદવા પર એક કિલો ડુંગળી ફ્રી, કપડાની દુકાન પર વધી ગ્રાહકોની સંખ્યા

Mansi Patel

‘જ્ઞાન વેચવાથી કંઈ ફાયદો નહીં થાય’ કહી બોલિવુડના ખ્યાતનામ ડાયરેક્ટર અને એક્ટરે Twitterને અલવિદા કહી દીધું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!