GSTV
Gujarat Government Advertisement

આજથી વાતાવરણમાં પલ્ટો : આટલા દિવસ ગુજરાતમાં મેઘરાજાનું રહેશે રાજ, 2 જિલ્લામાં વરસાદ વરસ્યો

વરસાદ

Last Updated on March 5, 2020 by Karan

આમ તો રાજ્યમાંથી શિયાળાએ વિદાય લઈ લીધી છે અને આકરી ગરમીની પણ શરૂઆત થઈ ચૂકી છે. પરંતુ ફરી એક વખત કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે. હવામાન વિભાગે આજ અને આવતી કાલે રાજ્યમાં વાદળછાયા વાતાવરણમાં આગાહી કરી છે. જેથી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં હવામાનમાં પલટો આવ્યો છે. આજે ગુજરાતના 2 જિલ્લામાં વરસાદ વરસ્યો છે.

ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

આ સિવાય બનાસકાંઠા અને વલસાડમાં કમોસમી વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. જેના કારણે રવી પાકને નુકસાન થવાની ભીતિ પણ છે. આજ રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર અને કચ્છ વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. જોકે, 6 માર્ચના રોજ પણ આ વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે.

દ્રારકા સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ પાડ્યો ખેલ

દ્વારકા સહિત આસપાસના વિસ્તારમાં પણ વરસાદી ઝાપટુ પડ્યુ છે. વહેલી સવારમાં જ વાદળછાયા વાતાવરણની પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ત્યારે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતી પણ સેવવામાં આવી રહી છે. કચ્છના નખત્રાણામાં કમોસમી વરસાદ પડ્યો છે. શહેરની બજાર વરસાદના કારણે ભીજાઈ છે. ત્યારે કમોસમી આફતના કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. નખત્રાણા ઉપરાંત લખપત પંથકમાં પણ વરસાદ પડ્યો છે.

ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા

આમ તો રાજ્યમાંથી શિયાળાએ વિદાય લઈ લીધી છે અને આકરી ગરમીની પણ શરૂઆત થઈ ચૂકી છે. ફરી એક વખત કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે પાંચ અને ચાર માર્ચે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. પાંચ માર્ચે વાદળછાયુ વાતાવરણ રહેશે.

શા માટે શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન સમયે મેઘરાજાની એન્ટ્રી ?

લો-પ્રેશરની સ્થિતિ સર્જાતા 5મી માર્ચના રોજ રાજ્યનાં કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ છે.(monsoon) 5મી માર્ચના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર અને કચ્છ વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. જોકે, 6 માર્ચના રોજ પણ આ વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

માસ પ્રમોશન / ધોરણ 10નું પરિણામ તૈયાર થવાના આરે, આ તારીખે રિઝલ્ટ જાહેર થાય તેવી શક્યતા

Dhruv Brahmbhatt

તતડાવી નાખ્યા/ મોદીના આકરા તેવર જોતાં બહુ જલદી કેટલાક મંત્રીઓની છુટ્ટી થશે કે ખાતા બદલાઈ જશે

Pritesh Mehta

પ્રથમ ગ્રાસે મક્ષિકા / ગુજરાત સરકારની આબરૂના ધજાગરા : ખેડૂતોને ખાતરના નામે આપવામાં આવ્યા ધૂળઢેફાં, થયો હોબાળો

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!