GSTV
Gujarat Government Advertisement

ગુજરાતમાં 48 કલાક અતિશય ભારે વરસાદની આગાહી, નવરાત્રિ સાથે ખેડૂતો પણ ડૂબશે

Last Updated on September 30, 2019 by Arohi

હવામાન વિભાગે આગામી 48 કલાક ગુજરાતમાં અતિશય ભારે વરસાદી આગાહી કરી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં હાલ વરસાદી માહોલ છે. ડિપ્રેશન સર્જાતાં ગુજરાતમાં ભારેથી અતિભાર પડવાની આગાહી કરવામાં આવી રહી છે. ડિપ્રેશન પ્રતિકલાકે 5 કિમીની ગતિએ આગળ વધી રહ્યું છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. ગુજરાતમાં આ વર્ષે ચોમાસું અતિવૃષ્ટિની સ્થિતિ તરફ આગળ વધતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ત્યારે વરસાદે નવરાત્રિમાં પણ વિઘ્ન કરતા ખેલૈયાઓનો ઉત્સાહ પણ ઘટી ગયો છે. જોકે હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલથી વરસાદની તીવ્રતા ઘટી શકે છે.

સૌરાષ્ટ્રમાં છેલ્લાં 24 કલાકથી અવિરત વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ અરબી સમુદ્રમાં લો પ્રેસર મજબૂત બનીને વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થશે, જેને પગલે આગામી બે દિવસ ઉત્તર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

અમદાવાદના ગ્રામ્ય પંથકમાં પણ મેઘરાજાનું આગમન થયું. અમદાવાદના બગોદરા પંથકમાં પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ વરસ્યો. આ ઉપરાંત શિયાળ, મીઠાપુર, સરલા, રોયકા અને મેમર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો.

મોરબીમાં શાળા-કોલેજોમાં રજા જાહેર

મોરબીમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે વધુ વરસાદની આગાહી કરી છે. આથી મોરબીમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. તો સાથે જ શિક્ષકોને શાળાન છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. મોરબી પંથકમાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેથી મોરબી, વાંકાનેર, ટંકારા, હળવદ અને માળીયા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. માળિયાના નાના દહીંસરા ગામે નદીનું પાણી પુલ પર પહોંચ્યુ છે. ભારે પાણીના પ્રવાહથી રીક્ષા ચાલક સાથે અન્ય એક વ્યક્તિ ફસાઈ છે. જેને બચાવી લેવામાં આવ્યો છે.

માંગરોળ

ભારે વરસાદને કારણે માંગરોળ તાલુકાનું ફુલરામા ગામમાં પાણી ફરી વળ્યા છે. ફુલરામા ગામ બેટમાં ફેરવાયું છે. લોકોના ઘરોમાં વરસાદના પાણી ઘૂસી ગયા છે. તો ખેતરો પણ સાથળ ડુબ પાણી ભરાયા છે. ભારે વરસાદ આસપાસની નદીઓમાં પૂરની સ્થિતિને કારણે ફૂલરામા ગામમાં પાણી ઘૂસ્યા છે. આ ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે. લોકોની હાલત દયનીય બની છે. 

સમગ્ર ઘેડ પંથકમાં જળબંબાકાર

સમગ્ર ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ છે. ત્યારે કેશોદ પાસેના રોડ, અખોદર, પાડોદર, બામણાસા, મુળિયાસા સહિતના ગામો સંપર્ક વિહોણા થયા છે. આ ઉપરાંત મઢડા, પંચાળા, બાલાગામ અને માણાવદર પંથકના મટીયાણા, આંબલિયા, કોયલાણા સંપર્ક વિહોણા થયા છે. ઘેડ પંથકના હજારો એકરમાં છેલ્લા 30 દિવસ કરતાં વધુ સમયથી પાક પાણીમાં છે. જેથી ખેડુતે ચિંતિત છે. ઓઝત અને સાબલી નદીના નીર 40 દિવસની વહી રહ્યા છે અને ઘેડ પંથકમાં તારાજી સર્જાઈ છે.

સૌરાષ્ટ્રનું યાત્રાધામ હર્ષદ મંદિર પાણીમાં ગરકાવ

સૌરાષ્ટ્રનું યાત્રાધામ હર્ષદ મંદિર પાણીમાં ગરકાવ થયું છે. મુખ્ય બજારોમાં કેડ સમા પાણી ફરી વળ્યાં છે. તો હર્ષદ મંદિરનું પરિસરમાં પણ પાણીમાં ડૂબ્યું છે. સાની ડેમ અને તેમજ વર્તુ-2 ડેમના દરવાજા ખોલવાથી આ પંથકમાં પાણી ફરી વળ્યા છે. ત્યારે હર્ષદ મંદિરે દર્શને આવતા યાત્રિકોને દર્શન કર્યા વીના જ પરત ફરવું પડ્યું.

  • હવામાન વિભાગની આગાહી પ્રમાણે તા. 30ના રોજ ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, મોરબી, જામનગર, જૂનાગઢ, કચ્છ, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદમાં ભારે વરસાદ પડી શકે છે. ઉપરાંત ગાંધીનગર, અમદાવાદ, સાબરકાંઠામાં ભારે વરસાદ પડી શકે છે.
  • પહેલી ઓક્ટોબરના રોજ ઉત્તર ગુજરાતના અરવલ્લી, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડામાં વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને બોટાદમાં ભારે વરસાદ પડી શકે છે.
  • બીજી ઓક્ટોબરના રોજ ઉત્તર ગુજરાતના ખેડા તેમજ મહિસાગર જિલ્લામાં સારો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદ પડી શકે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

રાજ્યવ્યાપી દરોડા: ગર્ભપાતની કીટનું ગેરકાયદેસર રીતે થઈ રહ્યુ હતું ઓનલાઈન વેચાણ, કરોડોનો માલ થયો જપ્ત

Pravin Makwana

રોંગ સાઈડના રાજા: નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ અમદવાદીઓએ ભર્યો કરોડોનો દંડ, લોકડાઉનમાં પણ નથી કરી પાછીપાની

Pravin Makwana

ભાજપનું નામ વટાવી રેતી ચોર ચલાવે છે લીઝ, જિલ્લા પ્રમુખ કૌશિક વેકરિયાએ પોલીસ ફરિયાદ કરાવી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!