GSTV

હવે ગુલાબ ભુક્કા કાઢશે : બંગાળમાં ભારે વરસાદની આગાહી, આ 2 રાજ્યોમાં યલો એલર્ટ જાહેર

વરસાદ

Last Updated on September 25, 2021 by Damini Patel

ભારતીય હવામાન વિભાગે આંધ્ર પ્રદેશ અને ઓડિશાના કેટલાક ભાગમાં ચક્રવાતનું એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગ અનુસાર, બંગાળની ખાડીની ઉપર ઓછા દબાણનું ક્ષેત્ર બન્યું છે. આના કારણે આગામી 12 કલાકમાં ચક્રવાતી તોફાનનું ઝડપી હોવાની સંભાવના છે. પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારમાં ચક્રવાતના કારણે ભારે વરસાદની આશંકા વર્તાવાઈ છે.

આ ચક્રવાતને ગુલાબ નામ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ અનુસાર, આ ચક્રવાતી તોફાન શનિવાર અને રવિવારે બે દિવસ સુધી સક્રિય રહી શકે છે. સોમવારે આને કમજોર થવાની સંભાવના છે.

વરસાદ

હવામાન વિભાગે જારી કર્યું યલો એલર્ટ

હવામાન વિભાગ અનુસાર ઉત્તર અને આસપાસના મધ્ય બંગાળની ખાડીમાં એક ડિપ્રેશન વધીને ડીપ ડિપ્રેશનમાં બદલી ગયા છે. જેના આગામી 12 કલાકમાં ઝડપી થઈને ચક્રવાત બનવાની સંભાવના છે. આના 26 સપ્ટેમ્બર સુધી કલિંગપટ્ટનમની આસપાસ દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્ર પ્રદેશના તટને પાર કરવાની સંભાવના છે. હવામાન વિભાગે ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશાના તટીય ક્ષેત્રમાં યેલો એલર્ટ જારી કર્યું છે.

બંગાળમાં પણ ભારે વરસાદની સંભાવના

ચક્રવાત ગુલાબના કારણે પશ્ચિમ બંગાળમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે. મંગળવારે કલકત્તા હાવડા, દક્ષિણ અને ઉત્તર 24 પરગણાની સાથે પૂર્વી મિદનાપુરમાં ભારે વરસાદનું અનુમાન છે. કલકત્તા પોલીસે તોફાન સામે લડવા માટે યુનિફાઈડ કમાન્ડ સેન્ટર નામથી એક કંટ્રોલ રૂમ ખોલ્યો છે. તમામ થાણાને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે. કોસ્ટલ વિસ્તારમાં પણ તોફાન સામે લડવાની તૈયારી શરૂ થઈ ગઈ છે.

Read Also

Related posts

કળયુગી પત્ની / પ્રેમ સંબંધમાં અવરોધ બનેલા પતિની પત્નીએ કરાવી હત્યા, આંસુ વહાવવાની જગ્યાએ મૃતદેહનો ઉતાર્યો વીડિયો

Zainul Ansari

સાચવજો! BIG BREAKING: કર્ણાટકમાં ઓમિક્રોની દસ્તક વચ્ચે ચિક્કમગલુરુમાં 69 વિદ્યાર્થી-શિક્ષકોનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, 7 દિવસ સુધી સ્કૂલ સીલ

pratik shah

જાણવા જેવું / એરોપ્લેનના પાઈલટ અને કો-પાઈલટને કેમ આપવામાં આવે છે અલગ-અલગ ફૂડ? જાણો તેના પાછળનું કારણ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!