અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં આગામી ૩ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ૨૭ ઓગસ્ટથી વરસાદનું જોર તબક્કાવાર ઘટવા લાગે તેવી હાલની સ્થિતિ પ્રમાણે સંભાવના છે.હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘પૂર્વ મધ્ય પ્રદેશ અને તેની આસપાસ લો પ્રેશર સર્જાયું છે અને તે હવે આગામી ૩-૪ દિવસમાં પશ્ચિમ મધ્ય પ્રદેશ તરફ આગળ વધી શકે છે.
હવામાન વિભાગે કરી આ આગાહી
હાલની સ્થિતિ પ્રમાણે શનિવારે સુરત-નર્મદા-ડાંગ-નવસારી-તાપી-વલસાડ-દમણ-પાટણ-મહેસાણા-ગાંધીનગર-અમદાવાદ-દાહોદ-સુરેન્દ્રનગર-કચ્છમાં અતિભારે- બનાસકાંઠા-સાબરકાંઠા-અરવલ્લી-ખેડા-આણંદ-પંચમહાલ-મહીસાગર-વડોદરા-છોટા ઉદેપુર-ભરૃચ-જામનગર-પોરબંદર-જૂનાગઢ-મોરબી-ગીર સોમનાથ-દીવમાં ભારે, રવિવારે દાહોદ-મહીસાગર-મહેસાણા-સાબરકાંઠા-ગાંધીનગર-અરવલ્લી-ખેડા-પંચમહાલ-છોટા ઉદેપુર-નવસારી-વલસાડ-દમણ-સુરેન્દ્રનગર-કચ્છમાં અતિભારે-બનાસકાંઠા-પાટણ-અમદાવાદ-આણંદ-વડોદરા-નર્મદા-ભરૃચ-સુરત-ડાંગ-તાપી-જૂનાગઢ-ગીર સોમનાથમાં ભારે વરસાદની સંભાવના છે.

જ્યારે સોમવારે પોરબંદર-મોરબી-બનાસકાંઠા-પાટણ-મહેસાણા-સાબરકાંઠા-ગાંધીનગર-અમદાવાદમાં અતિભારે-અરવલ્લી-ખેડા-મહીસાગર-સુરત-નવસારી-વલસાડ-દમણ-રાજકોટ-દ્વારકમાં ભારે વરસાદ પડી શકે છે. ‘ અમદાવાદમાં આજે દિવસનું તાપમાન ૩૩.૩ જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૭૯% નોંધાયું હતું. આગામી ૩ દિવસ દરમિયાન અમદાવાદમાં વરસાદનું પ્રભુત્વ રહેશે.
Read Also
- અમદાવાદી વેપારીએ સીઆઈડી ક્રાઇમ પર લગાવ્યો આક્ષેપ
- વેક્સિન/ મોદી સરકારનો રાજ્ય સરકારોને આદેશ, અફવાઓ ફેલાવનારા સામે કાયદેસરની કાર્યવાહી કરો, એક પણને છોડશો નહીં
- અંધશ્રદ્ધા/ કલયુગ સતયુગમાં ફેરવાશે અને થોડા કલાકોમાં દૈવી શક્તિથી દિકરીઓ જીવતી થશે, ઉચ્ચ શિક્ષિત માતા-પિતાએ પુત્રીઓને પતાવી દીધી
- પત્ની બીજે ભાગી જતા જજનું પતિને આશ્વાસન, ‘હવે તેને ભૂલી જાઓ ને બીજી શોધવા લાગો’
- ICAI CAનું આ તારીખે જાહેર થશે રિઝલ્ટ: icai.org નામની વેબસાઈટ પર ઓનલાઈન કરી શકાશે ચેક, જાણી લો કેવી રીતે