GSTV
Gujarat Government Advertisement

હજુ 48 કલાક સુધી ભારે વરસાદની આગાહી, કરા પણ પડશે

Last Updated on March 6, 2020 by Mayur

ઉત્તર ભારતના અમુક વિસ્તારોમાં ફેબુ્આરી મહીનાથી જ આકરો તડકો પડવા લાગ્યો હતો. જો કે, છેલ્લા થોડા દિવસોથી હવામાન સ્થિર રહ્યું હતું અને બુધવારે તો કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસવાના કારણે વાતાવરણમાં ઠંડક વધી ગઈ હતી. હવામાન વિભાગે આગામી 48 કલાક સુધી એટલે કે બે દિવસ સુધી ઉત્તર ભારતના મેદાની રાજ્યોમાં ખરાબ હવામાન સાથે અતિ વરસાદ અને કરા વરસવાની આગાહી કરી છે. સ્કાયમેટના અહેવાલ પ્રમાણે એક સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જમ્મુ કાશ્મીર પાસે પહોંચ્યું છે અને તેના પ્રભાવથી સર્જાયેલો ચક્રવાતી પવન રાજસ્થાન સુધી પહોંચી ગયો છે.

રાજસ્થાનમાં પણ હળવાથી મધ્યમ ઝાપટા પડશે

આ ઉપરાંત તે પંજાબથી હરિયાણા થઈને પૂર્વીય ઉત્તર પ્રદેશ સુધી પણ સક્રિય થઈ ગયો છે. આ કારણે પંજાબ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના અનેક સ્થળે હળવાથી સામાન્ય અને કેટલાક સ્થળે અતિ વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજસ્થાનના ઉત્તરી અને પૂર્વીય જિલ્લાઓમાં પણ કેટલાક સ્થળે હળવાથી સામાન્ય વરસાદ સાથે કરા પડવાની આગાહી છે.

અન્ય રાજ્યોમાં ક્યારે થશે વાતાવરણ શાંત ?

પંજાબ અને હરિયાણાના પશ્ચિમી વિસ્તારોમાં છ માર્ચ બાદ જ્યારે હરિયાણા, દિલ્હી અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં સાતમી માર્ચ સુધીમાં વાતાવરણ શાંત થઈ જશે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને કરાની આગાહીને લઈ યેલ્લો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. ઉત્તર પ્રદેશમાં સાતમી માર્ચ સુધી વરસાદ વરસશે ત્યાર બાદ આઠ અને નવ માર્ચના રોજ હવામાન ઠીક રહેશે પરંતુ 10મી માર્ચના રોજ ફરી હળવા વરસાદની આગાહી છે.

ઓડિશામાં હજુ વરસાદની સ્થિતિ યથાવત રહેશે

ઓડિશાના અનેક વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી સતત વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ હવામાન શાંત થાય તેવી કોઈ આગાહી નથી. ઓડિશાના મોટા ભાગના જિલ્લાઓમાં આઠમી માર્ચ સુધી વીજળીના કડાકા સાથે વરસાદ-વાવાઝોડાની શક્યતા છે જેથી યેલ્લો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. આગાહી પ્રમાણે તટીય ઓડિશામાં સ્થિતિ વધુ ગંભીર રહેશે અને કેટલાક સ્થળે આકાશમાંથી વીજળી પણ ત્રાટકશે જેથી તે વિસ્તારના લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે ક્યોંઝર, મયૂરભંજ, બાલેશ્વર, કંધમાલ, રાયગડા ઉપરાંત સુંદરગઢ, કટક અને ભદ્રક સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે તોફાની વરસાદની આગાહી કરી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

એક પણ વિદ્યાર્થીનું મોત થશે તો અમે 1 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કરીશું, આ રાજ્ય સરકાર પર સુપ્રીમ બગડી

Bansari

ઝટકો/ દેશના 9 રાજ્યોમાં પેટ્રોલના ભાવે સદી વટાવી : આજે ગુજરાતમાં આ છે પેટ્રોલ-ડીઝલના ભાવ, હવે સાયકલ લઈ લો

Damini Patel

વાહનચાલકોને ઝટકો / સરકાર પાસે ના રાખો આશા, ઈંધણના ભાવ ભડકે બળશે : પેટ્રોલના ભાવ 125 રૂપિયા થવાની આવી ચેતવણી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!