GSTV

મેઘો અનરાધાર: રાજ્યમાં સતત ત્રીજા દિવસે સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર, હજી ચાર દિવસ સાર્વત્રિક વરસાદ યથાવત

વરસાદ

Last Updated on July 26, 2021 by pratik shah

ગુજરાતમાં સતત ત્રીજા દિવસે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી. અવિરત વરસાદને કારણે રાજ્યના અનેક મોટા ડેમોમાં નવા નીરની આવક થઇ. ગુજરાત તેમજ ઉપરવાસમાં વરસી રહેલા વરસાદને કારણે ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. જેના કારણે પીવાના પાણી અને સિંચાઇનો પ્રશ્ન મહદંશે ઉકેલાઇ જશે તેવી આશા છે.

અનરાધાર વરસાદને કારણે અનેક નદીઓ બે કાંઠે

બીજી તરફ અનરાધાર વરસાદને કારણે અનેક નદીઓ બે કાંઠે વહી રહી છે… સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઇ છે… જો કે ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારો તેમજ સોસાયટીઓમાં પાણી ભરાતા લોકોએ હાલાકીનો પણ સામનો કરવો પડ્યો.

આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી

રાજ્યમાં હજી ચાર દિવસ સાર્વત્રિક વરસાદ યથાવત  રહેશે. ત્યારે આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. લો પ્રેશર સક્રિય થતાં રાજ્યમાં મેઘ મહેર બે દિવસ સુધી યથાવત રહેશે.  27 અને 28  જુલાઈએ ડાંગ, તાપી, નર્મદા, નવસારી, દીવ દમણ, દાદરાનગર હવેલી,ગીર સોમનાથ, જામનગર, પોરબંદર, ગીર સોનાથ અને ભાવનગર સહીત હળવાથી ભારે વરસાદની આગાહી કરાઈ છે.

સાથે 29 જુલાઈએ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. વધુ ચાર  દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આવામાં આવી છે. 28 જુલાઈએ વધુ એક લો પ્રેશર સક્રિય થાય તેવી શક્યતા હવામન વિભાગએ વ્યકત કરી છે..

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

રસીકરણ / કોરોના રસી લીધા પછી જ ધંધો કરવાની મળશે છૂટ, રાજ્યના આ વિસ્તારના પ્રાન્ત અધિકારીનું ફરમાન

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યભરમાં 22 લાખથી વધુ લોકોને આપવામાં આવી કોરોના રસી, અમદાવાદીઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!