GSTV
Gujarat Government Advertisement

તાઉ-તે વાવાઝોડાની અસર, રાજ્યના વિવિધ જીલ્લામાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ

Last Updated on May 16, 2021 by pratik shah

ગુજરાત તરફ આગળ વધી રહેલા તૌકતે વાવાઝોડા પહેલા જ રાજ્યના વિવિધ જીલ્લાઓના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ગુજરાતના દરિયા કાંઠા પર ધીમે ધીમે આગળ વધી રહ્યું છે આ ચક્રવાત. અમદાવાદ શહેરમાં સાંજ પછી અચાનક વાતાવરણમાં પલ્ટો આવવાથી ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. સાબર કાંઠા, સુરત બનાસકાંઠા, જામનગર, મહિસાગર સહિતના જીલ્લામાં અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ઉલ્લેખનીય છે કે બનાસકાઠામાં વાછળવાયુ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે..વાદળછાયા વાતાવરણના કારણે બફારો અને ઉકળાટ જોવા મળ્યો છે.

  • ટોકતે વાવાજોડા ની આગાહી ને લઈ વાતાવરણ મા પલટો
  • બનાસકાંઠા મા વાતાવરણ પલટાયુ
  • વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી વાતાવરણ
  • વાતાવરણ વચ્ચે બફારા નો ઉકળાટ વધ્યો

સાબરકાંઠા જિલ્લામાં પણ વહેલી સવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો..હિંમતનગરમાં વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ છે.. વાદળછાયા વાતાવરણથી અસહ્ય બફારો પણ લોકો અનુભવતા જોવા મળ્યા.

  • જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો
  • હિંમતનગર માં વહેલી સવાર થી આકાશ વાદળછાયું થયું
  • વાદળો વચ્ચે અસહ્ય બફારો શરૂ થયો
  • વાદળોને લઈને ભારે ગરમીની અસર

તૌકતે વાવાઝોડાને લઈને અમરેલીના પીપાવાવ કોસ્ટગાર્ડ એલર્ટ બન્યુ છે… અને બોટ સાથે પેટ્રોલિંગ શરૂ કર્યુ છે.. રાજુલા,જાફરાબાદ, પીપાવાવ કોસ્ટલ વિસ્તારમાં કોસ્ટગાર્ડનું પેટ્રોલિંગ હાથ ધરાયુ છે..કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોને તાત્કાલિક દરિયો છોડી દેવા સુચના આપવામાં આવી છે.

ખેડામાં તાઉતે વાવાઝોડા પહેલા વાતાવરણમાં પલટો આવ્યો

ખેડામાં તાઉતે વાવાઝોડા પહેલા વાતાવરણમાં પલટો આવ્યો અને ગાજવીજ સાથે વરસાદ વર્સયો. શહેર અને જિલ્લામાં બપોર સુધી અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવ્યો…તો ખેડાના  ગ્રામીણ વિસ્તારમાં પણ ભારે પવન ફૂંકાયો…તો ભારે પવન સાથે વરસાદના પગલે  ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી ગઇ છે.

તાઉ-તે વાવાઝોડાની અસર

જામનગર તાઉ-તે વાવાઝોડાની અસરના કારણે કમોસમી વરસાદ પડ્યો.  શેહરમાં ભારે પવન સાથે વરસાદના કારણે લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત પણ મળી.. વાતાવરણમાં આવેલા પલટા બાદ શહેરમાં વરસાદ પડ્યો હતો.

મહીસાગર જિલ્લામાં પવન સાથે કમોસમી વરસાદ પડ્યો. જિલ્લાના લુણાવાડા, સંતરામપુર, ખાનપુર, વીરપુર અને કડાણા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો. વરસાદના કારણે કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. વરસાદના કારણે ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

જામનગરમાં ભારે પવન અને વરસાદ

જામનગરમાં ભારે પવન અને વરસાદ સાથે આવતા લાલ બંગલા સર્કલ પાસે વિજપોલ ધરાશાયી થતા એક વ્યક્તિને ઇજા પહોંચી છે.. આ યુવકને તાત્કાલિક સારવાર અર્થે જી જી હોસ્પિટલમાં ખસેડાયો છે.

ગાજવીજ સાથે કમોસમી વરસાદ

ઉમરગામ તાલુકામાં પણ તાઉ-તે વાવાઝોડાની અસરના કારણે વરસાદ પડ્યો. ગાજવીજ સાથે કમોસમી વરસાદના કારણે લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી. તો પવન સાથે વરસાદના કારણે કેરીના પાકને નુકસાન થવાની ભિતી પણ સેવાઈ રહી છે.

વાપી સાથે દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે ગાજવીજ કમોસમી વરસાદ પડ્યો. વાતાવરણમાં આવેલા પલટા બાદ ધોધમાર વરસાદ પડ્યો.. વરસાદના કારણે કેરીના પાકને મોટુ નુકસાન થવાની ભિતી સેવાઈ રહી છે. તોકેત વાવાઝોડાની અસરને પગલે વાપીમાં સાંજે આવેલા ભારે પવન અને વરસાદને કારણે વીજળી ગુલ, બે કલાકથી વધુ સમય છતાં આખા વાપીમાં અંધારપટ છવાયો

વલસાડમાં વરસાદનું આગમન થયું છે…ધીમીધારે વરસાદ વરસ્યો હતો…ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતુ…વલસાડના પારડીમાં પણ પવન સાથે વરસાદ પડયો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો: બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યો હોવાનો આરોપ, લગ્નથી 3 મહિનાનો બાળક

Zainul Ansari

અમદાવાદ રેલવે પોલીસને મળી મોટી સફળતા, 65 લાખના મોબાઇલ, બિયર સાથે બેની ધરપકડ કરી

Zainul Ansari

દેશના ભવિષ્ય સાથે ચેડાં કરી રહી છે મોદી સરકાર, MSME સેક્ટરને લઇ રાહુલ ગાંધીએ સાધ્યુ નિશાન

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!