GSTV

કમોસમી વરસાદ/ રાજ્યના વિવિધ જીલ્લાઓમાં વરસ્યો મેહુલ્યો, ખેડૂતોની ચિંતામાં વધારો- કપાસ, મગફળી અને જુવારના પાકને વ્યાપક નુકસાન

રાજ્યમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાથી હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે આ આગાહી અનુસાર ગુજરાતના વિવિધ જીલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. નોંધનીય છે કે આણંદ, પેટલાદ, બનાસકાંઠા, હિંમત નગર સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. ત્યારે બીજી તરફ આણંદના પેટલાદ પંથકમાં કમોસમી વરસાદ પડ્યો.. પેટલાદના ઇસરા, દંતાલી, સીમરડા, સુણાવ, વટાવ અને રંગાઈપુરામાં વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો.

રાજ્યના વિવિધ જીલ્લાઓમાં વરસ્યો મેહુલ્યો

આ વરસાદના કારણે કપાયેલા ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયુ છે. જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. નોંધપાત્ર છે કે બનાસકાંઠાના ભાભર પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. મોડી રાત્રે વાતાવરણમાં આવેલા પલટા બાદ વરસાદનું આગમન થયુ હતું, અચાનક વરસેલા વરસાદે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

જગતના તાતની ચિંતામાં થયો વધારો

જોકે, વરસાદના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે. વરસાદથી કપાસ અને જુવારના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. જ્યારે હિંમતનગર સહિત તલોદ પંથકમાં ભારે વરસાદ પડ્યો.. ગાજ-વીજ સાથે પડેલા ભારે વરસાદના કારણે ડાંગરના પાકને મોટુ‌ નુક્શાન થયુ છે. તો મગફળી પલળી જતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

READ ALSO

Related posts

ઉંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યું ઐતિહાસિક ભૂમિ દાન, 253 વીઘા જમીન મળી દાનમાં

Pravin Makwana

સુરત/ દારૂની રેઇડના પગલે કડોદરા GIDC પોલીસ સ્ટેશનના PIને DGPએ કર્યા સસ્પેન્ડ

Pravin Makwana

જખૌ ખાતેથી ચરસની દાણચોરી ઝડપાઈ, 1 કિલોના પાંચ પેકેટ મળી આવ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!