GSTV

મેઘો અનરાધાર: મેઘરાજાની ધમાકેદાર બેટીંગે જોડિયા પંથકને ધમરોળ્યું, 24 કલાકમાં 7.5 વરસાદ વરસ્યો: જામનગરમાં 2 ઈંચ વરસાદથી પાણી પાણી

Last Updated on September 24, 2021 by pratik shah

રાજ્યના કેટલાક જીલ્લાઓમાં હજુ પણ મુશળાધાર વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ હવામાન વિભાગે પણ વરસાદની આગાહી જાહેર કરી હતી. ગુજરાતના રાજકોટ સહિતના જિલ્લાઓમાં ફરીથી વરસાદી માહોલ જામ્યો છે. શહેરમાં સવારથી મેઘરાજાની તૂફાની બેટીંગ જોવા મળી હતી. માત્ર બે જ કલાકમાં ધોધમાર બે ઈંચ વરસાદ વરસ્યો છે. જામનગરના જોડિયામાં તો આભ વરસ્યું છે, 24 કલાકમાં સાંબેલાધાર 7.5 વરસાદ વરસવાથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

7.5 ઈંચ વરસાદ વરસતા માર્ગો પાણી

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોડિયા પંથકમાં તો સવારના ટકોરે 2 કલાકમાં 5 ઈંચ પડ્યો ત્યાર પછીના સમયગાળામાં વધુ 2.5 ઈંચ પડતા કુલ 7.5 ઈંચ વરસાદ વરસતા માર્ગો પાણીમાં ફેરવાયા હતા. નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસી જતા સ્થાનિકોને હાલાંકીનો સામનો કરવો પડ્યો છે.

બે કલાકમાં જ 2 ઈંચ

મેઘરાજાની સવારી જામનગર શહેરમાં પણ જોવા મળી હતી. શહેરમાં મુશળાધાર વરસાદથી લોકો મુશ્કેલીમાં જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે માત્ર બે કલાકમાં જ 2 ઈંચ ખાબકતાથી જળબંબકારની પરિસ્થિતિ જોવા મળી હતી. ખોડિયા મંદિરમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા.

READ ALSO

Related posts

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

‘આજે સાચુ બોલવાની કોઈ હિમ્મત નથી કરી રહ્યા’, રાજકારણ હવે વેપાર: સત્યપાલ મલિક કોના પર સાધી રહ્યા છે નિશાન

Zainul Ansari

હતા ત્યાં ને ત્યાં / કિસાન સૂર્યોદય યોજનાનું સુરસુરિયું, ખેડૂતોને ફરી રાત ઉજાગરા કરવાનો વારો આવ્યો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!