GSTV

જળબંબાકારની સ્થિતિ: વેધર વોચ ગૃપની ઑનલાઈન બેઠક આજે યોજાઈ, ત્રણ દિવસ ભારે થી અતિભારે વરસાદની સંભાવના

Last Updated on September 14, 2021 by Pritesh Mehta

ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકમાં મેઘો અનરાધાર વરસ્યો છે. ત્યારે આ વચ્ચે રાજ્યના રાહત કમિશનર અને અધિક સચિવ,મહેસુલ વિભાગના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની ઑનલાઈન બેઠક આજે યોજાઈ હતી, રાહત નિયામક અને નાયબ સચિવ, એસ.ઇ.ઓ.સી દ્વારા વેબીનારમાં જણાવ્યુ હતુ કે, આજે સવારે ૬.૦૦ થી બપોરના ૨.૦૦ સુધી  રાજ્યમાં ૨૩ – જિલ્લાના,૮૫ -તાલુકામાં વરસાદ નોંધાયેલ છે. જેમાં સૈાથી વધારે જુનાગઢ  જિલ્લાના માંગરોળ  તાલુકામાં ૧૫૧ એમ.એમ. વરસાદ નોંધાયેલ છે. રાજયમાં અત્યાર સુધીતા.૧૪/૦૯/૨૦૨૧અંતિત ૫૮૧.૬૧મીમી વરસાદ થયેલ છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ ૮૪૦ મી.મી.ની સરખામણીએ ૬૯.૨૪% છે.

હવામાન વિભાગના અઘિકારીએ બેઠકમા સહભાગી થતા જણાવ્યુ હતુ કે છે કે, રાજયમાં આગામી દિવસોમાં હવામાનની આગાહી જોતાં તા.૧૪/૦૯/૨૦૨૧ થી તા.૧૬/૦૯/૨૦૨૧ એમ ત્રણ દિવસ જુનાગઢ,રાજકોટ,વલસાડમાં ભારે થી અતિભારે વરસાદની સંભાવના રહેલી છે. તથા દેવભુમી ઘ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, ગીરસોમનાથ,અમરેલી, ભાવનગર,દાહોદ,વડોદરા,છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ,નવસારી માં ભારે વરસાદની સંભાવના રહેલી છે.

તા.૧૭/૦૯/૨૧ થી  તા.૧૮/૦૯/૨૦૨૧ સુઘી ઉતર ગુજરાતના જિલ્લાઓ પૈકી બનાસકાંઠા ,પાટણ, મહેસાણામાં તથા મોરબી ,જામનગર,દેવભુમી ઘ્વારકા માં અતિ  ભારે વરસાદની સંભાવના રહેલી છે. આગામી તા.૧૬/૦૯/૨૦૨૧ થી તા.૧૮/૦૯/૨૦૨૧ સુઘી કચ્છ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. તા.૧૮/૦૯/૨૦૨૧ થી તા.૧૯/૦૯/૨૦૨૧ સુઘી બનાસકાંઠા,પાટણ,નવસારી અને વલસાડ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. આમ ઉ૫રોકત જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના જોતા રાહત બચાવ કાર્ય અંગે જરૂર પડે NDRF અને SDRF ની ટીમો આ જિલ્લાઓમાં એલર્ટ રહે તે અંગે સૂચના અપાઈ જાય તેમ જણાવ્યુ હતું.

કૃષિ વિભાગ દ્વારા જણાવાયુ છે કે, ચાલુ વર્ષે અંદાજીત ૮૨.૮૩ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર તા.૧૩/૦૯/૨૦૨૧ સુધીમાં થયેલ છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન ૮૫.૧૨ લાખ હેક્ટર વાવેતર થયેલ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૯૬.૮૨% વાવેતર થયેલ છે.સરદાર સરોવર નર્મદા નિગમ લિ.ના અધિકારીએ  જણાવ્યુ હતુ  કે,સરદાર સરોવર જળાશયમાં હાલ ૧,૭૬,૫૫૮એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના  ૫૨.૮૫% છે.

વરસાદ

સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા જણાવાયુ છે કે, રાજયના ૨૦૬ જળાશયોમાં ૩,૯૮,૭૫૩ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૭૧.૫૩% છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-૬૫જળાશય, એલર્ટ ૫ર કુલ- ૦૫ જળાશય તેમજ વોર્નીગ ૫ર-૧૩ જળાશય છે.

રાજ્યમા એન.ડી.આર.એફ.ની કુલ ૧૫ ટીમમાંથી ૧૩ ટીમો ડીપ્લોય કરવામાં આવેલ છે. જે પૈકી ૧-વલસાડ, ૧-સુરત, ૧-નવસારી, ૨-રાજકોટ, ૧-ગીરસોમનાથ, ૧-અમરેલી, ૧-ભાવનગર, ૧-જુનાગઢ, ૨-જામનગર, ૧-બોટાદ, ૧-મોરબી ખાતે ડીપ્લોય કરવામાં આવેલ છે. અને ૧-ટીમ વડોદરા અને ૧-ટીમ ગાંધીનગર ખાતે રીઝર્વ રાખવામાં આવેલ છે અને ભટીંડા પંજાબથી આવેલ ૦૫ ટીમ પૈકી ૧- રાજકોટ,૧-પોરબંદર,૧- દેવભુમી દ્વારકા,૨-જામનગર ખાતે ડીપ્લોય કરવામાં આવેલ છે.

ઇસરો,એસ.ડી.આર.એફ.,ફોરેસ્ટ વિભાગ,આરોગ્ય વિભાગ, ફિશરીઝ વિભાગ, ઉર્જા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, જી.એમ.બી., શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, જી.એસ.આર.ટી.સી.,ફાયર વિભાગ, કોસ્ટગાર્ડ, બાયસેગતથા માહીતી ખાતાના અઘિકારીશ્રીઓ મીટીંગમાં હાજર રહેલ અને આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના અંગે IMD ની આગાહી ધ્યાને લઇ રાહત બચાવના પગલાં અંગે તમામ વિભાગોની તૈયારી અંગે ચર્ચા/સમીક્ષા કરવામાં આવી હતી.

રાહત કમિશનર અને અધિક સચિવશ્રી દ્વારા આગામી દિવસોમાં ભારે થી અતિભારે વરસાદની સંભાવનાવાળા ઉ૫રોકત જિલ્લાઓ માં  રાહત બચાવ અંગે કોઇ પણ પરિસ્થિતિને પહોંચી શકાય તે રીતે સંપૂર્ણ એલર્ટ રહેવા લાઇન વિભાગના હાજર અઘિકારીઓને સૂચના આ૫વામાં આવી હતી  તેમજ સૈારાષ્ટ્ર તેમજ અન્ય ઝોનમાં ડેમ ઓવરફલો થવાની વોર્નિગ સિંચાઇ વિભાગ ઘ્વારા એડવાન્સ મોકલવામાં આવે તથા સંબંઘિત જિલ્લામાં ૫ણ એલર્ટની વોર્નિગ મોકલવા સિંચાઇ વિભાગ ના હાજર અઘિકારીને સૂચના આ૫વામાં આવી હતી.

READ ALSO

Related posts

Big Breaking / ટી20 પછી RCBની પણ કેપ્ટનશીપ છોડશે વિરાટ કોહલી, મેચના એક દિવસ પહેલા આપી આ જાણકારી

Zainul Ansari

દેશના ઇતિહાસની પ્રથમ ઘટના / આ રાજ્યમાં વિપક્ષ વગર ચાલશે સરકાર, તમામ પક્ષો પ્રજાના કામ માટે આવ્યા એક સાથે

Zainul Ansari

‘ભાજપ એટલે નીતિનભાઈ અને કમળ એટલે નીતિનભાઈ’: પૂર્વ નાયબ મુખ્યપ્રધાને ઈશારામાં વિરોધીઓ પર સાધ્યું નિશાન, રામાયણની મંથરા સાથે કરી સરખામણી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!