GSTV

મેઘો અનરાધાર: ઘેડ પંથકમાં ભારે નુકસાની, ખેતરોમાં ભરાયેલા પાણીએ ખેડૂતોની વધારી ચિંતા

વરસાદ

Last Updated on September 14, 2021 by Pritesh Mehta

વરસાદ ન હતો ત્યારે પાક મુરઝાઇ જવાની ચિંતા હતી…અને હવે જ્યારે વરસાદ વરસ્યો છે ત્યારે લીલા દુષ્કાળની પરિસ્થિતી છે કેમકે ઘેડ પંથકમાં જે રીતે ખેતરોમાં પાણી ભરાયેલા છે તે પાણી જોતા પાક ખતમ થઇ જશે તેવો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે..

ખેડૂતો

કેશોદ પંથકમાં વરસેલા અનરાધાર વરસાદના કારણે  બામણાસા ઘેડ, સરોડ, અખોદર, મઢડા, મુળિયાસા અને બાલાગામ સંપર્ક વિહોણું બની ગયું. બામણાસા ઘેડ અને બાલાગામની ઓઝત નદીમાં પૂરના કારણે અનેક જગ્યાએ પાળા તુટવાની ઘટનાથી ખેતરમાં પાણી ફરી વળ્યા. ઉપરવાસમાં વરસાદના કારણે સાંબલી ડેમના  દરવાજા ખોલાતા નીચાણાવાળા વિસ્તારમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો.

પોરબંદર ઘેડ પંથકના ગરેજ, બળેજ, કડછ અને અમીપુર સહિતના 22 ગામોમાં પુરના પાણી ઘુસ્યા.અરબી સમુદ્રમાં ભરતી હોવાથી ઘેડ તરબોળ બન્યું..તો બીજી તરફ પાણી ભરાવાના કારણે જુવાર અને મગફળીના પાકને નુકસાન થયુ છે.

ઓઝત, ભાદર-2 ડેમના પાણી ઘેડ પંથકમાં ફરી વળ્યા જેમાં ઘેડ પંથકના મિત્રાડા, દેરોદર, ભોગસર, ગરેજ સહિત 25 જેટલા ગામોમાં ગોઠણસમાં પાણી ભરાતા વિકટ સ્થિતી સર્જાઇ છે.

જૂનાગઢના ઘેડપંથકમાં પાણી ભરાતા ખેતીને પણ વ્યાપક નુકસાનની ભીતિ છે. વિસાવદર સહિતના વિસ્તારોમાં ૧૮થી ૨૦ જેટલા પડેલા વરસાદનું પાણી ઓઝત ડેમ મારફતે ઘેડ પંથકમાં ઘૂસી ગયું છે અને ઘેડ પંથકના ગામડાઓના ખેતરમાં ખેતી પાક ઉપર પાણી ફરી વળતાં પાક નિષ્ફળ જવાની ખેડૂતો ભીતિ વ્યક્ત કરી રહ્યા છે…મગફળીના પાક ઉપર બબ્બે ત્રણ-ત્રણ ફૂટ પાણી ફરી વળ્યા છે.. હજુ પણ પાણીનો પ્રવાહ અવિરત શરૂ છે.. જો વરસાદ બંધ નહીં થાય તો આ પાણી પાંચથી સાત દિવસ સુધી ખેતરોમાં ભરેલું રહેશે અને મગફળી કપાસ સહિતના ખેતી પાકને ભારે નુકસાન થશે તેવો ખેડૂતોમાં ડર છે..

READ ALSO

Related posts

IPL 2021 / ધોનીની કપ્તાનીનો જલવો કાયમ, ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈને 20 રને હરાવ્યું

Zainul Ansari

વાઇરલ વિડીયો / બીનની ધૂન પર આ વ્યક્તિએ નાગિન બનીને કર્યો જબરદસ્ત ડાન્સ,જોઈને તમે પણ થઈ જશો હસીને લોટ પોટ

Vishvesh Dave

ખુશખબર / હવે રેશનકાર્ડ સાથે સંબંધિત દરેક સમસ્યાઓનું આવશે તાત્કાલિક નિવારણ, કોમન સર્વિસ સેન્ટર પર મળશે આ સુવિધા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!