GSTV

મેઘો અનરાધાર: રાજ્યમાં ચોમાસું જામ્યું, હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી

Last Updated on July 21, 2021 by pratik shah

રાજ્યમાં ચોમાસું બરોબરનું જામી ગયુ છે.અને હવે હવામાન વિભાગ વરસાદની આગાહી સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે..જેથી માછીમારી બંધ છે. બીજી તરફ રાજ્ય સરકારના મત્સ્યોધ્યોગ વિભાગે માછીમારીની સિઝનનો એક પરિપત્ર જાહેર કર્યો છે..જેમા માછીમારીની સિઝન એક મહિના મોડી શરૂ કરવાનો ઉલ્લખ છે. ત્યારે આ નિર્ણય પર માછીમારોની મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી છે.

માછીમારોની મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી

દેશના સૌથી વધુ દરિયાકિનારા ધરાવતા ગુજરાતમાં વર્ષોથી રહેલી માંગ પર સરકારે વિચાર કરી મહત્વનો નિર્ણય કર્યો છે. માછીમારીની સિઝન પહેલી ઓગસ્ટના બદલે પહેલી સપ્ટેમ્બરથી શરૂ કરવાનો પરિપત્ર બહાર પાડ્યો છે.. ગુજરાત માછીમાર સમાજના પ્રતિનિધિ મંડળે સરકારમાં રજૂઆત કરી હતી કે,ચાલુ વર્ષે વાવાઝોડાથી ઋતુચક્રમાં ફેરફાર થયા છે..અને સિઝનમાં બદલાવ થવાના કારણે પહેલી સપ્ટેમ્બર સુધી દરિયામાં કરંટ જોવા મળશે..માછીમારોની જીવનં જોખમ અને બોટને નુકશાનની ભીતિ છે..ત્યારે આ રજૂઆત બાદ સરકારે માછીમારોની સિઝન એક મહિના મોડી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

સરકારનો આ નિર્ણય માત્ર ગુજરાતના માછીમારો માટે જ છે..જોકે મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોના માછીમારોને છૂટ છે..ત્યારે આ પરિપત્ર ગુજરાતના માછીમારોને મોટુ નુકસાન કરાવી શકે છે…તેવી પણ ચિંતા માછીમાર મહામંડળના પ્રમુખે વ્યક્ત કરી છે..

નિર્ણય પર માછીમારોમા આનંદની લાગણી

એક મહિનો માછીમારી મોડી શરૂ થાય તો નાની માછલીઓની માછીમારી બંધ થાય , માછીમારોને પણ સારી માછલી પણ મળી શકે અને માછીમારોને થતુ નુકશાન પણ અટકી શકે છે…ત્યારે આ નિર્ણય પર માછીમારોમા આનંદની લાગણી પણ છે.

અરબ સાગરમાં ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોનાના માછીમારો પણ માછીમારી કરતા હોય છે..ત્યારે એક મહિના મોડી માછીમારીનો પરિપત્ર માત્ર ગુજરાત માટે જ છે.જેથી ફિશિંગમાં માછીમારોને નુકશાન થઈ શકે છે..અને તમામ માટે એક સરખો જ પરિપત્ર હોવો જોઈએ તેવી પણ માંગ ઉઠી છે.

READ ALSO

Related posts

ડ્રેગનનું નવું કારસ્તાન/ ચીનના કારણે જોખમમાં મુકાઇ હજારો ભારતીય નાવિકોની નોકરી, કરી રહ્યું છે આવી ગંદી હરકત

Bansari

IND vs SL / ભારતે શ્રીલંકાને 38 રને હરાવ્યું, ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી: સીરીઝમાં 1-0થી આગળ

Zainul Ansari

વિકાસ / ગુજરાતના આ બે સ્ટેશન બનશે મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ, 4 વર્ષના પ્રોજેક્ટ પર રેલ્વે ખર્ચ કરશે 1285 કરોડ રૂપિયા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!